આઇપીએલની કેપ્ટનસી ધરાવતા બે ખેલાડીઓએ સ્થાન ગુમાવ્યા
બોલ ટેમ્પરીંગ વિવાદમાં ફેસપિલા ઓસ્ટ્રેલીયાના ક્રિકેટર સ્ટીવ સ્મિથ અને ડેવીડ વોર્નર પર એક વર્ષનો પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે, આ ઉપરાંત કેમરન બેન્ફોફટ પર ૯ મહિનાનો બેન લગાડવામાં આવ્યો છે. જો કે આ ખેલાડીઓને વર્લ્ડ કપ રમવા માટે કોઇ ખતરો નથી જયારે ૩૦ જુન ૨૦૧૬ થી ટુર્નામેન્ટ યોજાશે ત્યારે તેમનો પ્રતિબંધિત સમય પૂર્ણ થઇ જશે. મંગળવારે બોબ ટેમ્પરીંગ વિવાદમાં સામેલ ત્રણેય ખેલાડીઓને ઓસ્ટ્રેલીયા પાછા મોકલી દેવાયા હતા.
વિવાદમાં સંકળાયેલા પૂર્વ વાઇસ કેપ્ટન ડેવિડ વોર્નરને બુધવારે આઇપીએલ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદની કેપ્ટન શીપથી પણ હટાવવામાં આવ્યા છે. હજુ સનરાઇઝર્સની કેપ્ટનશીપની જવાબદારી કોઇ અન્યને સોંપવામાં આવી નથી આ ઉપરાંત ઓસ્ટ્રેલીયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથને પણ રાજસ્થાનની આઇપીએલ ટીમ રાજસ્થાન રોયલ્ટની કેપ્ટનસીપ પદેથી પણ હટાવવામાં આવ્યો હતો. કેપ્ટનશીપની જવાબદારી અજિંકય રહાણેને સોંપવામાં આવી છે. આઇપીએલ ૭ એપ્રિલથી શરુ થઇ રહી છે. ત્યારે બની શકે છે આઇપીએલના તમામ કેપ્ટન આ બાબતે ભારતીય ખેલાડીઓ જ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,