ડેવિડ વોર્નરે અર્ધી સદી ફટકારી: કુલદિપ યાદવનું શાનદાર ટેસ્ટ ડેબ્યુ ઓસ્ટ્રેલીયાની ૩ વિકેટો ખેડવી
ધર્મશાલામાં આજી ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે શ‚ યેલી બોર્ડર ગાવસ્કર શ્રેણીની ૪ી અને અંતિમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલીયાની ટીમે ટોસ જીતી પ્રમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ લખાય રહ્યું છે ત્યારે ઓસી.એ ૬૫ ઓવરમાં ૬ વિકેટના ભોગે ૨૨૨ રન બનાવી લીધા છે. સુકાની સ્મિથે શાનદાર સદી ફટકારી હતી. તો ઓપનર ડેવીડ વોર્નરે અર્ધી સદી ફટકારી હતી. ભારતીય ટીમના ઓલરાઉન્ડર કુલદિપ યાદવે શાનદાર ડેબ્યુ કરતા ઓસ્ટ્રેલીયાની ૩ વિકેટો ખેડવી હતી.
ધર્મશાલા ટેસ્ટમાં આજે ઓસી.ના સુકાની સ્મિથેટોસ જીતી પ્રમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ૧૦ રનના સ્કોરે ઓપનર રેન્સો ઉમેશ યાદવનો શિકાર બન્યો હતો. ત્યારબાદ વોર્નર અને સ્મિથની જોડીએ ભારતના બોલરનો મક્કમતાપૂર્વક સામનો કર્યો હતો અને વન-ડેની માફક આક્રમક બેટીંગ કરતા ૩૪.૧ ઓવરમાં ૧૩૪ રનની ભાગીદારી નોંધાવી હતી. વોર્નર અંગત ૫૬ રન બનાવી કુલદિપ યાદવનો શિકાર બન્યો હતો. યાદવની આ પ્રમ ટેસ્ટ વિકેટ હતી. અગાઉ બે ટેસ્ટમાં સદી ફટકારી હાલ ટેસ્ટ ક્રિકેટ રેન્કીંગમાં નંબર-૧નું સન ભોગવી રહેલા ઓસ્ટ્રેલીયા સ્મિથે આજે ૧૪ ચોગ્ગાની મદદી પોતાની ટેસ્ટ કારકિર્દીની ૨૦મી સદી ફટકારી હતી. તે અંગત ૧૧૧ રને અશ્ર્વિનનો શિકાર બન્યો હતો. સોનમાર્સ, હેન્ડસ્ક્રોમ્બ, મેકસવેલ, ભારતીય બોલરોનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યાં હતા. એક તબકકે ઓસ્ટ્રેલીયાનો સ્કોર ૧ વિકેટો ૧૪૪ રન હતો. ત્યારબાદ ભારતીય બોલરોએ પ્રહાર કરતા આ લખાય છે ત્યારે ઓસ્ટ્રેલીયાનો સ્કોર ૬ વિકેટ ૨૨૩ રન છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ત્રીજી ટેસ્ટમાં બાઉન્ડરી લાઈન પર ફીલ્ડીંગ કરતી વેળાએ સુકાની વિરાટ કોહલીના ખભ્ભામાં ઈજા ઈ હતી. ઈજા વકરતા તે આજે ધર્મશાલા ટેસ્ટમાં રમી શકયો ન હતો. કોહલીની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાની બેટીંગ મદાર ઈન્ફોમ બેટ્સમેન રાહુલ, મુરલી વિજય અને ચેતેશ્ર્વર પુજારા પર આવી ગયો છે. એક તબકકે વોર્નર અને સ્મિતની બેટીંગ જોતા એવા લાગી રહ્યું હતું કે, ઓસ્ટ્રેલીયાની ટીમ ભારત સામે તોતીંગ ઝુંમલો ખડકશે પરંતુ ભારતીય બોલરોએ વળતો પ્રહાર કરતા ઓસી. બેકફૂટ પર ધકેલાઈ ગયું છે.