મેરે પ્યાર કી ઉમર હો ઈતની સનમ, તેરે નામ સે શુ‚-તેરે નામ પે ખતમ
અભિનેત્રી રેખાને સ્વ. સ્મિતા પાટિલ મેમોરીયલ એવોર્ડ અપાયો હતો. આ તકે રેખાએ કહ્યું કે સ્મિતા પાટિલ મારા કરતા વધુ સારી અભિનેત્રી હતી.
તેણે કહ્યું કે મેં ઉમદા રૂહ (આત્મા) જોઈ નથી. પરંતુ મહેસૂસ કરી છે. અને તે છે. સ્મિતા પાટિલ. તેણે સ્મિતા પાટિલ સાથેના મધુર સંભારણા વાગોળ્યા હતા.
જો કે એક તબકકે અમિતાભ બચ્ચન સાથે લગાતાર ફિલ્મો કરતી સ્મિતા પાટિલની રેખા સહિત તત્કાલીન તમામ અભિનેત્રીઓને ઈર્ષ્યા આવતી હતી. નોંધવું ઘટે કે સ્મિતાક પાટિલે અમિતાભ બચ્ચન સાથે શકિત, નમક હલાલ અને શરાબી (મહેમાન ભૂમિકા) વિગેરે ફિલ્મોમાં કામ કર્યું હતુ.
ત્યારે બધાને એમ લાગતું હતુ કે કયાં અમિતાભ બચ્ચનની પર્સનાલિટી અને કયાં આર્ટ ફિલ્મોની શ્યામવર્ણી સ્મિતા પાટિલ !!! આવું કાંઈ મેચિંગ હોય ??? પરંતુ અમિતાભ-સ્મિતાની જોડીવાળી બંને ફિલ્મો શકિત અને નમકહલાલ સુપરડુપર હીટ સાબિત થઈ હતી.
સ્મિતા પાટિલે અમિતાભ બચ્ચન સાથે ફિલ્મો કરતા કાકા એટલે કે રાજેશ ખન્નાએ પણ સ્મિતા પાટિલ સાથે ફિલ્મો (આખિર કર્યોં, અમૃત વિગેરે) કરી હતી.
અગર અત્યારે સ્મિતા પાટિલ હયાત હોત તો વિધા બાલન સો ટકા કોમ્પ્લેકસ (લઘુતાગ્રંથી) અનુભવતી હોત. એકિટંગનું ફૂલ પેકેજ હતી સ્મિતા પાટિલ.
સ્મિતા પાટિલે કેરીયરની શ‚આત મરાઠી ભાષામાં ન્યુઝ રીડર તરીકે કરી હતી. ત્યાં શ્યામ બેનેગલે તેને ફિલ્મ ‘મંથન’માં તક આપી હતી. જેમાં તેનો હીરો (સ્વ.) ઓમપુરી હતા. આ આર્ટ ફિલ્મ હતી. જેને કોમર્શીયલ બેનિફિટ ન મળ્યો પણ એકટ્રેસ તરીકે સ્મિતાની વાહવાહ થઈ ગઈ હતી.
સ્મિતા પાટિલ રાજ બબ્બરની બીજી પત્ની (પ્રથમ પત્ની નાદીરા બબ્બર) બની ને પુત્ર પ્રતિક ને જન્મ આપીને ૧૯૮૬માં મૃત્યુ પામી હતી. આ એવોર્ડ સમારંભમાં પ્રતિક પણ હાજર હતો. તેને રેખાએ બ્લેશિંગ આપ્યા હતા.