રાજકોટના સામાકાંઠા વિસ્તાર રણછોડનગરમાં છેલ્લા બે દાયકાથી અગ્રણી મેડીકલ સ્ટોર સ્મિત મેડીકલ સ્ટોરનું સંચાલન કરતા અમિત મજેઠીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, અમારો મેડીકલ સ્ટોર રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં છેલ્લા ૨૨ વર્ષથી કાર્યરત છે હું ફાર્માસિસ્ટ તરીકે લોકો સાથે વિશ્ર્વાસની લાગણીથી જોડાયેલો છું અમારો મેડીકલ સ્ટોર ઉપલા કાંઠે આવેલી મધુરમ હોસ્પિટલ સાથે જોડાયેલો છે.અમો તમામે સર્જીકલ આઈટમસ ઉપરાંત ઈન્જેકટેબલ પ્રોડકટસ તથા ટીન દવાઓ અમે લોકોને પૂરી પાડીએ છીએ. અનેક મેડીકલ કંપનીની દવાઓ જે રાજકોટ ખાતે મળવી અતિ મુશ્કેલ છે તે દવાઓ પણ અમે મંગાવી લોકો સુધી પહોચાડીએ છીએ. ઉપરાંત બ્યુટી પ્રોડકટસ, આયુર્વેદીક તેમજ અન્ય દવાઓનો સ્ટોક પણ વ્યવસ્થિત મેઈનટેઈન કરીએ છીએ દર્દીઓ અને તેમના પરીજનોને હાલાકી ન પડે તેવા આશયથી અમે ફ્રી હોમ ડીલીવરી સહિતની સુવિધા પણ પુરી પાડીએ છીએ.