હસવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદાઓ સાથે શરીરમાં પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે: હસતો ચહેરો બાવન ટકા જેટલુ ઈમ્યુનિટી લેવલ વધારે છે: તેનાથી ડિપ્રેશન જેવી બીમારીમાંથી મૂકિત મળે છે
હસવા કે હસાવવા માટે કોઈ બહાનાની જરૂર નથી, પણ તમારા હાસ્યમાં છૂપાયેલી ખુશી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે: હાસ્યને સંબંધ શરીરનાં રકત પરિભ્રમણ સાથે જોડાયેલો છે
જીવનમાં સુખ-દુ:ખતો આવ્યા જ કરે છે, પણ ગમે તે પરિસ્થિતિમાં આનંદ સાથે ખુશ રહી શકે તેનું જીવન નિજાનંદથી ભરપૂર જોવા મળે છે. વર્ષોથી ‘હસે તેનું ઘર વસે’ જેવી કહેવત આપણ બોલીએ છીએ પણ આજે કેટલા લોકો આખા દિવસમાં કેટલીવાર કુદરતી રીતે હસતા હશે એ પ્રશ્ર્ન છે. આપણે રોડ પરથી પસારથઈએ ત્યારે પણ સદનશીબે જ આપણને કોઈ હસતો ચહેરો જોવા મળે છે. એક્ માત્ર સ્માઈલથી આપણાં શરીર લાખો ઈન્દ્રિયોમાં સંચાર તતો જોવા મળે છે. દવાખાનામાં સ્માઈલ પ્લીઝ બોર્ડ હોવા છતાં મીઢાની જેમ બેઠા હોય છીએ. ડોકટર નો સ્માઈલ ફેસ દર્દીનું દુ:ખ મટાડીને માંદગીમાંથી વ્હેલો સાજો થતો જોવા મળે છે.
સ્માઈલ એટલે ચહેરાની લાઈટીંગ, મગજની કુલિંગ, અને હૃદયની હિટિંગ સિસ્ટમ છે. હવસવાથી સ્વાસ્થ્યને ઘણાફાયદો સાથે શરીરમાં સકારાત્મક શકિતના લેવલ ને પર ટકા સુધી વધારી દે છે, અને તેનાથી ડિપ્રેશન જેવી બીમારીમાંથી મૂકિત મળે છે. આમ તો આપણા રોજીંદા જીવનમાં હસવાકે હસાવવા માટે કોઈ બહાનાની જરૂર નથી, પણ આપણાં હાસ્યમાં છુપાવેલી ખુશી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. એક સંશોધનના તારણમાં જાણવા મળ્યું કે હાસ્યનો સંબંધ શરીરની રકતપરિભ્રમણ સિસ્ટમ સાથે જોડાયેલો છે.
હસવાના સામાન્ય પ્રકારોમાં મુંછમાં હવસવું, નાનકડું હાસ્ય, મોટેથી હવસવું, સાચુ કેખોટુ હસવુ જેવા વિવિધ જોવા મળે છે. ત્યારે આપણે સાચી રીતેે, કદરતી હાસ્નો છેલ્લે આનંદ કયારે માણ્યો તે પ્રશ્ર્ન તમારી જાતને પૂછજો, હસવાની પ્રક્રિયા દરમ્યાન શરીરમાં એન્ટિ વાયરસ અને ચેપ અટકાવતા કોષોમાં વધારો થતો જોવા મળે છે. સ્પોન્ડિલાઈટિસ કમરના દુ:ખાવા કે અસહ્ય પીઠાને દૂર કરવા હસવું એ એક અસરકારક દવા છે. હાસ્ય એક ટોનીક પણ છે. માત્ર 10 મિનિટનું હાસ્ય આપણામાં સ્ફૂર્તિનો સંચાર કરે છે, શરીરની ઉર્જા, વિગેેરે મહત્વની સીસ્ટમને ફાયદો કરે છે. હસતી વખતે શરીરમાં ‘એન્ડોર્ફિન’ નામનો હોર્મન ઉત્પન થતો હોવાથી આપણા મૂડને તથા શરીરમાં તાજગી ભરી દે છે.
આપણા હાસ્ય વખતે આપણા શ્ર્વાસની અંદર બહારની પ્રક્રિયા થતી હોવાથી એક પ્રકારની કસરત થાય છે, જેનાથી સમગ્ર શરીરને ઓકિસજનનો સંચાર જોવા મળે છે. વૃધ્ધત્વ અટકાવવામાં પણ હસતો ચહેરો બહુજ ફાયદો કરતો જોવા મળે છે. ખૂલ્લામને હસવાથી તણાવ ઓછો થાય છે. અને શારીરીક અને માનસીક સમસ્યામાંથી પણ બચી શકાય છે. સ્વસ્થ જીવન માટે હસવું ખૂબજ જરૂરી છે.મરક મરક હસવું એ સંબંધોમાં મહત્વનું ગણાય છે.
સો રોગોની એક દવા એટલે ‘હાસ્ય’ ખડકડાટ હસવા જેવી લાગણી પૃથ્વી પર ના તમામ જીવોમાં માત્ર મનુષ્યને જ આપી છે.આજ કાલતો ગામ શહેરોમાં લાફિંગ કલબો ખૂલી છે. જેમાં સિનિયરો વધુ જોવા મળી રહ્યા છે. દર વર્ષે મે માસના પ્રથમ બુધવારે વિશ્ર્વ હાસ્ય દિવસ ઉજવાય છે. 1999માં પ્રથમવાર આ દિવસ ઉજવાનું નકકી કરાયું હતુ. આજે સોશિયલ મિડીયાના યુગમાં સ્માઈલીની ઈમોજીએ તેના વપરાશમાં ખૂબજ વધારો કરીને ચેટીંગમાં યુવા વર્ગમાં પ્રિય થયું છે.
હાસ્યએ આપણા હૃદય માટે અને ઉદાસી, ગુસ્સો, આક્રમકતા જેવી લાગણીઓમાંથી એક હાસ્ય જ બહાર કાઢી શકે છે. સુખ, આનંદ અને ઉમંગનો સંચાર એટલે એક નાનકડું હાસ્ય.ઓછી ઉંઘની સમસ્યામાંથી પણ હાસ્ય તમને બહાર કાઢે છે. આપણી સંસાર યાત્રામાં સવારથી સાંજ ઘર, ઓફિસ, મિત્ર વર્તુળ વિગેરે સાથે એક માત્ર હસતો ચહેરો જ બધા સંબંધોને જોડી રાખે છે. હાસ્યને સંમતિ સામે પણ જોડવામાં આવે છે.
તુમ આજ મેરે સંગ હસલો, કારણ હસવું એ શ્રેષ્ઠ દવા છે!
આપણા શરીરની એક અલગ પ્રકારની કસરત એટલે હાસ્ય, જેને માટે કોઈ પૈસા ખર્ચવા નથી પડતા કે કોઈ સાધનની જરૂર પડે છે. એક ફિલ્મના ગીતમાં ‘તુમ આજ મેરે સંગ હસલો, તુમ આજમેરે સંગ ગાલો, ઓર હસતે ગાતે ઈસ જીવન કી ઉજલી રાહ સંવારો’ ના શબ્દો તેના મહત્વને બરોબર સમજાવી જાય છે. ગુણવતા સભર જીવન માટે પણ હાસ્ય એક અકિસર દવા છે. હાસ્યસભર ચહેરાને કારણે સ્નાયુઓને સારી કસરત મળે છે, જેનાથી ચહેરા પર કરચલીઓ પડતી નથી. હાસ્યની તન-મન પર અસર સાથે આપણી મેમરી પાવર પર અસર પડતી હોવાથી યાદ શકિતમાં વધારો જોવા મળે છે. હસવાની જેમ રડવાના પણ અનેક ફાયદાઓ જોવા મળે છે.
જીવનની એક માત્ર ઘટના એવી છે કે જયારે તમોઅતી આનંદમાં આવી જાય ત્યારે હસતા હસતા પણ તમારી આંખમાંથી આંસુ નિકળતા હોય છે જેને આપણે ‘હર્ષના આંસુ’ કહીએ છીએ. ઘણીવાર આપણે પડી જઈએ ત્યારે આપણે હસતા હસતા ઉભા થઈએ છીએ જે એક બહુંજ રમુજ બીજા માટેની હોય છે. મિત્રો સાથે હસતી મજાક-ધિંગામસ્તીનો આનંદ શરીરને ઉર્જાવાન બનાવે છે.