છેલ્લા દસેક વર્ષથી નિજાનંદ માટે સ્માઈલ કરાઓકે કલબ દ્વારા રૂષભ વાટીકામાં રવિવારે ઓનસ્ક્રીન પ્રોજેકશન સાથે સંગીત જલસો યોજાશે: આયોજકો અબતકને આંગણે
રાજકોટના રૂષભ વાટીકા સીએમફાર્મ ખાતે તા. ૭ જૂલાઈને રવિવારના રોજ યાદગાર સંગીત કરાઓકે ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. રાજકોટના કલાપ્રેમી પ્રજાજનોને સ્માઈલ કરાઓકે કલબના કિશોરભાઈ મંગલાણી તથા શેઠ બિલ્ડકોનના ચંદ્રકાંતભાઈ શેઠ તરફથી સ્ટેજ કાર્યક્રમોની અવિરત શ્રંખલાના ભાગરૂપે રવિવારના રોજ રાત્રે ૬.૩૦ કલાકે રૂષભ વાટીકા સીએમફાર્મ રાજકોટ ખાતે આગામી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં હોનહાર ગાયક કલાકારો ઓરીજીનલ ગીતના ઓન સ્ક્રીન પ્રોજેકશન સાથે કરાઓકે સંગીતના સથવારે હિન્દી ફિલ્મોનાં નવા જૂના સમુધુર ગીતો ગાઈને અનોખી અદામાં રજૂ કરશે આ તકે આયોજકો એ અબતકની મુલાકાત લીધી હતી.સ્માઈલ કરાઓકે કલબ ફકત સંગીતની કલાની ઉપાસના કરવા અને તેનો આનંદ માટે સહુની સાથે મળીને માણવા માટેની નોન પ્રોફેશનલ સંસ્થા છે. જેમા શહેરનાં અગ્રણી એન્જીનીયર્સ, ડોકટર્સ, બિલ્ડર્સ, અધિકારીઓ તથા તમામ ક્ષેત્રનાં કલા સાધકો ઉત્કૃષ્ઠ કક્ષાના ગીતો પીરસવા હંમેશા તત્પર તથા પ્રતિબધ્ધ રહે છે તો આ કાર્યક્રમમાં દરેક પ્રજાજનોને રૂષભ વાટીકા સીએમફાર્મ કાલાવડ રોડ, રંગોલી પાર્ક અને સપ્તપદી પાર્ટી પ્લોટ વચ્ચેનો રસ્તો અથવા નવા ૧૫૦ ફૂટ રીંગ રોડ, કટારીયા મોટર્સથી આગળ જતા મોટા મવા ન્યુ રાજકોટ ખાતે પધારવા અનુરોધ છે. કાર્યક્રમ નિ:શુલ્ક છે. મહત્વનું છે કે છેલ્લા ૧૦ વર્ષથી આ પ્રકારનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.આ કાર્યક્રમમાં ગાયક કલાકારો તરફથી સ્ટેજ ઉપર ગીતો રજૂ કરવામાં આવશે. સ્માઈલ કરાઓકે કલબના સંગીતપ્રેમી ઓ કિશોરભાઈ મંગલાણી, મમતાબેન મંગલાણી, જૈન અગ્રણી ચંદ્રકાંતભાઈ શેઠ, સરયુબેન શેઠ, દિવ્યકાંતભાઈ પંડયા હીનાબેન કોટડીયા, ડો. દિનેશભાઈ શ્રીમાંકર, ડો. રંજનબેન શ્રીમાંકર, જીતેન્દ્રભાઈ ભટ્ટ, ગીતાબેન ભટ્ટ, મધુકરભાઈ મહેતા, પરેશભાઈ માણેક, પંકજભાઈ ઝીબા, મનહરભાઈ જોષી, કૃપાબેન પુરોહીત, સુરેશભાઈ વસદાણી, અશોકભાઈ ચંદાવાડીયા વિગેરે મધુર તથા પ્રખ્યાત ગીતો કે જે દરેકનાં દિલમાં વસેલા છે. તેની શાનદાર રજૂઆત કરશે રાજકોટના અનેક મહાનુભાવો આ ગ્રુપ સાથે જોડાયેલા છે. આપ્રસંગે વિવિધ મહાનુભાવો તથા અધિકારીઓ પણ પધારશે.