રૂષભ વાટિકામાં સ્વ. સરયુબેન શેઠના સ્વજનો દ્વારા સંગીતમય કાર્યક્રમ
રવિવારે રૂષભ વાટિકાના આંગણે સ્માઇલ કરાઓકે કલબ ના કિશોરભાઇ મંગલાણીના સંગીત ગ્રુપ અને સ્વ. સરયુબેન શેઠના સ્વજનો દ્વારા હ્રદયસ્પર્શી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હોનહાર ગાયક કલાકારો ઓરીજીનલ ગીતના ઓન સ્કીન પ્રોજેકશન સાથે કરાઓકે સંગીતના સથવારે હિન્દી ફિલ્મોના નવા-જુના સુમધુર ગીતો ગાઇને અનોખી અદામાં રજુ કરેલ હતા. સંગીતમય ભાવાંજલી સ્વરુપ બીગ સ્ક્રીન ઉપર કરાઓકે સંગીતના માઘ્યમથી સ્વ. સરયુબેન શેઠે ગાયેલા ગીતોને પણ અનોખી અદામાં રજુ કરવામાં આવેલ હતા. સૌરાષ્ટ્રના એકમાત્ર સરોદ વાદક જાણીતા અને સાહિત્યકાર વિમલભાઇ ધામી દ્વારા વૈષ્ણવજન તો તેને કહીયે, ની પ્રાર્થના સાથે મંગલાચરણ કરી અને આ સંગીતમય કાર્યક્રમનું તાલબધ શરુઆત કરવામાં આવી હતી. પરંતુ સઁગીતમય ગ્રુપો સાથે સંકળાયેલા ચંદ્રકાંભાઇ શેઠ દ્વારા અભિવાદન સાથે દરેક શ્રોતાઓનું સ્વાગત કરવામાં આવેલ હતું.
સ્માઇલ કરાઓકે કલબના કિશોરભાઇ મંગલાણી સંકલીત આ કાર્યક્રમનું દીપ પ્રાગટય શેઠ પરિવારની બાલિકાઓ રીષીકા અને દીયા સાથે ડો. સુધીરભાઇ શાહ, ડો. મુકેશ ઉદાણી, ડો. રાજેશ તૈલી, કિશોરભાઇ મંગલાણી, મુકેશભાઇ શેઠ, નીજાનંદ સંગીત ગ્રુપના ખોલીયા સહીત કરાઓકે ગ્રુપના સંચાલન કરનાર દરેક મુખ્ય ગાયકો દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવેલ હતું અનોખા એવા આ કાર્યક્રમમાં શહેરના એન્જીનીયર્સ, ડોકટર્સ, બિલ્ડર્સ, વકીલો, અધિકારીઓ તથા તમામ ક્ષેત્રના કલા સાધકો ઉત્કૃષ્ઠ કક્ષાનાં ગીતોની જમાવટ કરેલ હતી. ૪૦૦ ઉપરાંત ઓડીયન્સને બોલાવીને સતત ૩.૩૦ કલાક સુધી જેને જમાવટ કરી હતી તેવા સરોદ વાદક વિમલભાઇ ધામી અને સુપ્રખ્યાત ગાયક કલાકારો કિશોરભાઇ મંગલાણી, મમતાબેન મંગલાણી, જૈન અગ્રણી ચંદ્રકાંતભાઇ શેઠ, જેશલબેન શેઠ વિગેરે મધુર તથા પ્રખ્યાત ગીતો કે જે દરેકના દિલમાં વસેલા છે.