કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલું બજેટ એસએમઇ અને એમએસએમઈ ક્ષેત્ર માટે આશીર્વાદરૂપ સાબિત થશે
સમગ્ર ભારતમાં એમએસએમઇના 6.3 કરોડ યુનિટ 5 ટ્રીલિયન ડોલર ઇકોનોમી સુધી પહોંચાડવા ફાયદારૂપ નીવડશે
બેન્કોનો સાથ-સહકાર યોગ્ય રીતે મળશે તો રાજકોટ બીજું જાપાન બની શકશે. : દેશના અર્થતંત્ર માટેની કરોડરજૂ છે લઘુ અને મધ્યમ ઉદ્યોગો
હાલના સમયમાં ઉદ્યોગોને બેઠા કરવા માટે નિકાસ સૌથી મોટું પરિબર છે. જેના ઉપર ગુજરાત રાજ્યે ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. હાલના તબકે તાઇવાન અને દક્ષિણ કોરિયા આપણા પ્રતિદ્વંદી છે. બીજી તરફ ગુજરાતમાં એક જિલ્લા અને એક પ્રોડક્ટ ઉભું કરવાની વાત કરવામાં આવી રહી છે. જે આગામી સમય માટે ખુબજ ઉપયોગી નીવડશે. સામે ટેકનોલોજી અપગ્રેડેસન પણ એટલુંજ જરૂરી છે. ઉદ્યોગો માટે નિકાસને મળતી ઇનસેન્ટીવ ખુબજ અનિવાર્ય છે. ત્યારે જરૂરી એ છે કે , દરેક ઉદ્યોગકારોએ આ લાભ લેવો જોઈએ. એસએમઇ ક્ષેત્રે સૌરાષ્ટ્ર અને રાજકોટનુ યોગદાન ખુબજ વધુ છે, પરંતુ જે માન્યતા મળવી જોઈએ તે મળી શકી નથી.
રાજકોટ એન્જીનીયરીંગ હબ છે, જો તેને યોગ્ય રીતે પ્રોત્સાહન મળે તો ઘણો ફાયદો મળશે. રાજકોટ બીજું જાપાન છે. ત્યારે વિવિધ બેંકોજો યોગ્ય રીતે સાથ અને સહકાર આપશે તો રાજકોટ માટે લાભદાયી નીવડશે. પરંતુ હાલ ઉદ્યોગકરોમાં જે સાહસિકતા હોવી જોઈએ તે જોવા મળતી નથી. સામે ઉદ્યોગો માટે બુલેટ ટ્રેઈનની જેમ બેન્કોએ આગળ વધવું પડશે.
આંતરરાષ્ટ્રીય વેપાર આપવા માટે એસએમઇ હર હંમેશ ઉદ્યોગકારોને સાથ સહકાર આપશે. એસએમઇ અનસ્કીલ્ડને સ્કીલ્ડ બનાવવાનું કાર્ય કરે છે. જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તે એસએમઇ માટે આશીર્વાદ રૂપ સાબિત થશે. ઘણા ઉદ્યોગો એવા છે કે જેઓ ને ખ્યાલ નથી કે તેમની માટે કેટલા પ્રકારના ઈન્સ્યોરન્સ આપવામાં આવતા હોય છે. એસએમઇ ક્ષેત્ર અને ઝડપથી દરેક ચીજ વસ્તુઓ મળતી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે જેમાં ગુજરાતની સાથોસાથ મહારાષ્ટ્ર અને તમિલનાડુ નો પણ સમાવેશ થયો છે.
આ ક્ષેત્રને બેઠું કરવા માટે માત્ર જરૂરી એ છે કે વધુ ને વધુ ઉત્પાદન યોગ્ય ગુણવત્તા સાથે કરવામાં આવે. બીજો સૌથી મોટો પ્રશ્ન એ પણ ઉભો થઈ રહ્યો છે કે રાષ્ટ્રીયકૃત બેંકોમાં એની માટે વિવિધ યોજનાઓ અને નીતિ નિયમો જોવા મળતા હોય છે જેને એક કરી દેવા જોઈએ. બેન્ક ઓફ બરોડાના એસએમઇના હેડ ધ્રુબાશીશ ભટાચાર્યએ માહિતી આપતા જણાવ્યું હતું કે,સમગ્ર ભારતમાં એમએસએમઇના 6.3 કરોડ યુનિટ 5 ટ્રીલિયન ડોલર ઇકોનોમી સુધી પહોંચાડવા ફાયદારૂપ નીવડશે.
સેબી દ્વારા જે સર્વે હાથ ધરવામાં આવ્યો તેમાં એ વાતનો ખ્યાલ આવ્યો કે નાણાકીય સાક્ષરતા લોકોમાં માત્ર 27 ટકા જેટલી જ થયેલી છે. 15 વર્ષમાં ઘણા બદલાવ જોવા મળ્યા છે. છેલ્લે 10 વર્ષમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોમાં.માત્ર 450 ઉદ્યોગો લિસ્ટિંગ કરાવવા તૈયારી દાખવી. બીજી તરફ ઉદ્યોગોને કોઈ કોમ્પ્લિકેશન ન થાય તે માટે લીસ્ટિંગ નથી કરવામાં આવતું. એસએમઇને ફોર્મલ ક્ષેત્રે વિકસિત કરવા માટે તૈયારી અને મહેનત કરવી જરૂરી છે. ઉધોયોગોને વધુ વિકસિત કરવા માટે ઇકવિટીમાં આવું જરૂરી છે. જે ઉચ્છુક ઉદ્યોગપતિ લિસ્ટિંગ કરવા માંગતી હોઈ તો તે માત્ર 3 માસમાં જ શક્ય બનશે.
લઘુ અને મધ્યમ ઉદ્યોગને ઝડપથી વિકસિત કરવા માટે સિડબીદ્વારા 100 ટકા લોન આપવામાં આવશે. જેમાં લઈને ઉદ્યોગપતિએ એક પણ પ્રકારનું કોલેટ્રોલ સિક્યુરિટી લેવાનું રહેશે નહિ. સ્કીમનો લાભ લેનાર લઘુ અને મધ્યમ ઉદ્યોગો પેલા બે થી ત્રણ વર્ષથી ચાલુ હોવા જરૂરી છે એટલું જ નહીં તેના દ્વારા જે વ્યવસાય કરવામાં આવતો હોય તે પ્રોફિટ સભર હોવો એટલો જ અનિવાર્ય છે.
એસએમઇ અને એમએસએમઇને વિકસિત કરવા માટે બેન્ક ઓફ બરોડા હરહંમેશ તત્પર : વિજયકુમાર બસેઠા
બેન્ક ઓફ બરોડાના ઝોનલ હેડ અને જનરલ મેનેજર વિજયકુમાર બસેઠાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સરકારનું જે લક્ષ્ય છે કે નાના અને લઘુ ઉદ્યોગો બેઠા થાઇ માટે સરકાર હંમેશા પ્રયત્નશીલ હોય છે એટલું જ નહીં બેંક.ઓફ.બરોડા નો પણ મુખ્ય હેતુ એ છે કે લઘુ અને મધ્યમ ઉદ્યોગોને બેઠા કરવા માટે જે જરૂરી તમામ સુવિધાઓ આપવામાં આવે તે આપી શકાય. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, જે જરૂરી તમામ માહિતી જો બેન્કને સમયસર આપવમાં આવશે તો તેમને જે જરૂરી ક્રેડિટ છે તે નજીકના જ સમય માં ઉપલબ્ધ થઈ જશે.
અંતમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે સરકાર ની જેમ બેંક.ઓફ.બરોડા પણ વિગતવાર એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરતી હોય છે કે કોઈપણ પ્રકારે ઉદ્યોગોને કોઈ તકલીફ નો સામનો ન કરવો પડે અને તેમને જરૂરી તમામ ક્રેડિટ નિયત સમયમાં જ મળી જાય. સરકાર જે રીતે આત્મનિર્ભર બનાવ વા માટે ઉદ્યોગોને પ્રોત્સાહિત કરી રહી રહ્યું છે, તેજ વસ્તુ બેન્ક ઓફ બરોડા પણ કરે છે.બેન્ક પાસે અનેક એવી યોજનાઓ છે જે ઉદ્યોગો માટે ખુબજ જરૂરી છે.
એસએમઇ ચેમ્બર ઓફ ઇન્ડિયા નાના ઉદ્યોગોને વિકસિત કરવા માટે ખભેથી ખભો મિલાવીને ચાલે છે : ચંદ્રકાન્ત સાલૂકે
એસએમઇ ચેમ્બર ઓફ ઇન્ડિયાના ચંદ્રકાંત સાલુકેએ પત્રક સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે નાના અને મધ્યમ ઉદ્યોગોને બેઠા કરવા માટે સરકાર દ્વારા હાલ તમામ પ્રકારના પગલાઓ લેવામાં આવી રહ્યા છે.
એટલું જ નહીં હાલ જે રીતે ઉદ્યોગો વિકસિત થશે તો સામે દેશની અર્થવ્યવસ્થા માં પણ અનેક અંશે સુધારો જોવા મળશે બીજી તરફ તેઓએ વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે સંસ્થા હરહંમેશ નાના અને મધ્યમ ઉદ્યોગો ની સાથે જોડાયેલું છે અને કોઈપણ આપત્તિના સમયમાં તેઓ હર હંમેશ સાથે રહે છે જો સરકારની સાથોસાથ લઘુ અને મધ્યમ ઉદ્યોગો પોતાની જવાબદારી સમજી આગળ વધે તો તેનો ઘણો ફાયદો સરકાર અને જે તે સંસ્થાને થતો હોય છે.
રાજકોટમાં જે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું તેને જોતા રહેવાની સ્પષ્ટ છે કે રાજકોટમાં અનેક ઉદ્યોગ સાહસિક ઉદ્યોગકારો વસવાટ કરે છે અને તેઓ દેશના અર્થતંત્રને એક સેટ કરવા માટે ખૂબ મહત્વપૂર્ણ ભાગ ભજવતા હોય છે.
નાના ઉદ્યોગો જો લિસ્ટિંગ કરાવે તો તેનો ફાયદો ઘણા વર્ષો સુધી તેઓને મળતો રહે છે : અજય ઠાકુર
બીએસઇ લિમિટેડમાં એસએમઇ અને સ્ટાર્ટઅપના હેડ તરીકે ફરજ બજાવતા અજય ઠાકોર એ માહિતી આપતા કહ્યું હતું કે હાલ નાના અને લઘુ ઉદ્યોગોમ જે લિસ્ટિંગ કરાવવા માટે જે જાગૃતતા હોવી જોઈએ તે જોવા મળતી નથી. જો આ તમામ ઉધોગોને ઉદ્યોગો લિસ્ટિંગ કરાવે તો તેઓ બજારમાંથી ઇક્વિટી પણ ઉદભવી કરી શકે છે અને પોતાના વ્યવસાયને ઝડપથી આગળ પણ વધારી શકે છે
માત્ર જરૂર છે કે આ તમામ ઉદ્યોગકારો અને જે નવા ઉદ્યોગસાહસિકો છે તેઓને આ અંગેની જાગૃતતા હોવી જોઈએ. આ તબક્કે જે મોટી કંપનીઓ પ્રસ્થાપિત થઈ છે તેઓ પોતાના કંપનીનું લિસ્ટિંગ ઇક્વિટીમાં કરાવતા નજરે પડતા હોય છે જેનું મુખ્ય કારણ એ છે કે તેઓને લિસ્ટિંગ કરાવ્યા બાદ સરકારની વિવિધ યોજનાઓનો ખૂબ સરળતાથી લાભ પણ મળતો હોય છે અને બજારમાંથી તેઓ પણ એકત્રિત કરતા હોય છે.તકે નાના એટલે કે લઘુ અને મધ્યમ ઉદ્યોગો લિસ્ટિંગ કરાવે તો તેનો ફાયદો ખૂબ મોટો મળી શકશે.