એસએમઈ–આઈપીઓ લિસ્ટિંગ કરી કંપનીને આર્થિક રીતે ટુંકા સમયમાં વિકસાવી શકાશે
સુરેન્દ્રનગર જિલ્લામાં ૮૬૦૦ થી વધુ SME ઇન્ડસ્ટ્રીઝ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર માં નોંધાયેલ છે ત્યારે આ SME ઇન્ડસ્ટ્રીઝ ના આર્થિક વિકાસ કરાવવા ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જિલ્લામાં સૌ પ્રથમ વાર નેશનલ સ્ટોક એક્સચેન્જ- મુંબઇ NSEના માધ્યમથી જખઊ લિસ્ટિંગના વિષય પર માહિતીસભર સેમિનારનું આયોજન કરવામાં આવેલ. આ સેમિનાર માં સી. એ. ચેતન વ્યાસ અને સી.એ. યોગેશ જૈનવાઇસ પ્રેસીડેન્ટ, દ્વારા ખૂબ સરળતાથી SME IPOલિસ્ટિંગ ના ફાયદાઓ વિષે સમજણ આપવામાં આવી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાંથી વધુ માં વધુ કંપનીઓ SME IPOકરી કંપની ને આર્થિક રીતે ટૂંકા સમય માં વિકાસ કરાવી શકશે. SME IPO ના માધ્યમ થકી જ જિલ્લામાં આર્થિક ક્રાંતિ લાવી શકાશે. તેમજ સમગ્ર દેશ નું ફંડ સુરેન્દ્રનગર જિલ્લા માં આવશે અને જિલ્લાને એક અલગ વિકાસ ની રાહ આપવા માં મદદ મળશે તેમજ દેશ માં ઝાલાવાડનું નામ થશે જેનાથી મોટા ઉદ્યોગોને સુરેન્દ્રનગર જિલ્લા માં રોકાણ કરવા આકર્ષી શકાશે.