કોટડા સાંગાણી પંથકમાં ઠેર ઠેર દારૂના હાટડા: બુટલેગરો બેફામ

રામોદ ગામે કારમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડાયો

શાપર- વેરાવળ: માલ વાહકમાં દારૂની ડિલીવરી કરતો એક પકડાયો

શહેર જીલ્લાના કોટડા સાંગાણી પંથક બુટલેગરો માટે સ્વર્ગ હોય તેમ ઠેર ઠેર હાટડા મંડાયાની સ્ટેટ મોનીટરીંગ સેલના ઘ્યાને આવતા હડમતાળા ગામની સીમમાં એસ.એમ. સી.એ. પાડેલા દરોડાના પગલે સ્થાનીક પોલીસ હરકતમાં આવી છે. આ મામલે ઉપલા અધિકારીને નીચેના સ્ટાફ દ્વારા અંધારામાં રાખી ઉંઘા ચશ્મા પહેરાવતા હોવાનું ચર્ચા રહ્યું છે.

Screenshot 4 30રામોદ: વિદેશી દારૂના જથ્થા સાથે રાજકોટના બે શખ્સો પકડાયા

નાની-મોટી 475 બોટલ દારૂ અને કાર મળી રૂ. બે લાખનો મુદામાલ કબ્જે

ગોંડલ-આટકોટ માર્ગ પર આવેલા રામોદ ગામ પાસેથી કારમાંથી વિદેશી દારૂની 475 બોટલ દારૂ સાથે રાજકોટના બે શખ્સોની ધરપકડ કરી રૂા.2 લાખનો મુદામાલ કબ્જે કરી રાજકોટના બે શખ્સોની શોધખોળ હાથ ધરી છે.વધુ વિગત મુજબ રાજકોટ જીલ્લામાં દારૂબંધીનો કડક અમલ કરવા એસ.પી. જયપાલસિંહ રાઠોડે આપેલી સુચનાને પગલે કોટડાસાંગાણી પોલીસ મથકના પ્રો.પી.આઈ. બી.ટી.અકબરી સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યુ હતુ ત્યારે કારમાં વિદેશી દારૂ લઈને રાજકોટના પ્રકાશ ભરત ચૌહાણ અને દિપક વલ્લભ મકવાણા આવી રહયાની મળેલી બાતમીના આધારે હેડકોન્સ. હિતેષ મકવાણા અને અક્ષયસિંહ જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી ત્યારે શંકાસ્પદ હાલતમાં નીકળેલી સ્કોડા કારને અટકાવી તલાશી લેતા રૂા.38500 ની કિંમતનો 475 બોટલ દારૂ સાથે બન્ને શખ્સોની ધરપકડ કરી રૂા.2 લાખનો મુદામાલ કબ્જે કરી ઝડપાયેલા બન્ને શખ્સોની પ્રાથમીક પુછપરછમાં આ દારૂનો જથ્થો રાજકોટના જયેશ ઉર્ફે જયલો પ્રતાપ રાઠોડ અને યશપાલ ઉર્ફે યશ મુકેશ સાકરીયાનો હોવાનુ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે.

કમઢીયા ગામે એસ.એમ.સી. દરોડો પાડયાં બાદ હડમતાળા ગામે ભઠ્ઠી ચાલુ કરતા પિછો કર્યો

પ250 લીટર આથો, 28 બોટલ અન બોલેરો મળી રૂ. 3.50 લાખનો મુદામાલ કબ્જે કર્યો: ચારની ધરપકડ: મહિલા સહિત ચાર ફરાર

કોટડાસાંગાણી તાલુકાના હડમતાળા ગામની સીમમાં દેશીદારૂની ધમધમતી મીની ફેકટરી પર સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી 5250 લીટર આથો, 28 બેલર, બે મોબાઈલ અને બોલેરો મળી રૂા.3.50 લાખનો મુદામાલ સાથે 4 શખ્સોની ધરપકડ કરી જ્યારે નાસી છૂટેલા મહીલા સહિત 4 શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

વધુ વિગત મુજબ રાજકોટ જીલ્લામાં દેશી દારૂનુ બેરોકટોક વેંચાણ થતુ હોવાનુ સ્ટેટ મોનીટરીંગ સેલના ઘ્યાને આવતા પી.એસ.આઈ. રવિરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યુ હતુ ત્યારે રાજકોટ તાલુકાના લોઠડા ગામે રહેતો જયેશ ધીરૂ મેર અને કોટડાસાંગાણી તાલુકાના આણંદપર ગામનો વલ્લભ દામજી જાંબુકીયા અનીલ સુનીલ સોલંકી અને વાદીપરાનો રાહુલ દેવજી ચૌહાણ સહિત ચારેય શખ્સો કોટડાસાંગાણી નજીક આવેલા હડમતાળા ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી 5250 લીટર આથો, 28 બેલર, લાકડા, મોબાઈલ, રોકડ અને વાહન મળી રૂા.3.50 લાખનો મુદામાલ સાથે 4 શખ્સોની ધરપકડ કરી છે. ઝડપાયેલા શખ્સની પૂછપરછ માં  દેશી દારૂની આ ભઠ્ઠી ધીરૂ વલ્લભભાઈ મેર, સુરેશ બાલા સોલંકી, લતા અને તેનો પિતરાઈ ચલાવતાં હોવાની કબૂલાત આપી હતી.

તેમજ અગાઉ કમઢિયા ગામની સીમમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડ્યો હતો તે પણ ધીરૂ મેરની જ હતી. ધીરુ અને સુરેશ સોલંકી અને લતા ત્રણેય ભાગીદારીમાં ઘણા લાંબા સમયથી દેશી દારૂનો ધંધો કરી રહ્યા છે. આ માટે તેઓ અલગ-અલગ જગ્યાએ દારૂ બનાવી વેચી રહ્યા હોવાનું ખુલ્યું હતું.

કમઢિયા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડતાં ત્યાં ભઠ્ઠી બંધ કરીને હડમતાળાની સીમમાં  છેલ્લા એક મહિનાથી દારૂનું વેચાણ કરી રહ્યા હતા. પોલીસે સ્થળ પરથી દેશી દારૂ બનાવવાનો આથો સહિત કુલ રૂા.3.50 લાખનો મુદ્દામાલ કબજે કયો છે. ફરાર લિસ્ટેડ બૂટલેગરોની શોધખોળ શરૂ કરી છે. બીજી બાજુ એક મહિનાથી કોટડા સાંગાણી વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમી  હોવા છતાં સ્થાનિક પોલીસ અજાણ રહી ગયેલી   છે.

શાપર: માલવાહનમાંથી 69 બોટલ દારૂ સાથે ચાલકની ધરપકડ

Screenshot 5 24

રાજકોટ-રીબડા ધોરી માર્ગ પર આવેલા શાપર-વેરાવળ ઔઘોગિક વસાહતમાં માલવાહક વાહનમાંથી 69 બોટલ વિદેશી દારૂ સાથે ચાલકની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.વધુ વિગત મુજબ શાપર-વેરાવળમાં સર્વોદય સોસાયટીમાં રહેતો હિતેષ રામદાસ ગોંડલીયા નામનો શખ્સ જીજે 3 એડબલ્યુ 7128 નંબરના માલવાહક નંબરમાં વિદેશી દારૂ ભરીને નીકળ્યો હોવાની મળેલી બાતમીના આધારે પી.એસ.આઇ. એસ.જે. રાણા સહિતના સ્ટાફે સોલાર ગ્રેનાઇટ કારખાનાના સામે દરોડો પડાયો હતો.વાહનમાંથી રૂ. 25875 ની કિમતનો 69 બોટલ દારુ સાથે ચાલકની ધરપકડ કરી રૂ. 1,25 લાખનો મુદામાલ કબ્જે કરર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.