• SMC ટીમે ડુપ્લીકેટ એન્જિન ઓઇલ પેકિંગ કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું
  • રૂ. 23,17,040 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી

ટંકારાના લજાઈ ગામે આવેલ ગોડાઉનમાં SMC દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં SMC ટીમે ડુપ્લીકેટ એન્જિન ઓઇલ પેકિંગ કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. બે આરોપીની ધરપકડ કરી અલગ અલગ મુદ્દામાલ સાથે રૂ. 23,17,040 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જે અંગે વિગતે વાત કરવામાં આવે તો, ટંકારાના લજાઈ ગામે આવેલ ગોડાઉનમાં SMC દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં SMC ટીમે ડુપ્લીકેટ એન્જિન ઓઇલ પેકિંગ કૌભાંડ ઝડપી પાડ્યું છે.જેમાં મેહુલ નરેન્દ્રભાઇ ઠક્કર અને અરુણ કુંડારિયા નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. Smc ટીમે કુલ 17,19,040ની કિંમતનું 21,745 લીટર એન્જિન ઓઇલ જપ્ત કરવામાં આવ્યું છે.

જેમાં આરોપીઓ દ્વારા hero, gulf, servo અને mak કંપનીના નામે ઓઇલનું ડુપ્લીકેટ પેકિંગ કરવામાં આવતું હતું. જેમાં એન્જિન ઓઇલ, બે મોબાઈલ, એક વાહન, રોકડ, પ્રિન્ટ મશીન, મોટર, બેલ્ટ મશીન, વજન કાંટા, સિલીંગ મશીન, ઓઇલ ફિલિંગ મશીન અને બોટલ સિલીંગ મશીન અને બેરલ કબ્જે કરી કુલ રૂપિયા 23.38 લાખનો નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.આ બન્ને આરોપીઓને વર્ષ ૨૦૨૨માં પણ ડુપ્લીકેટ એન્જિન ઓઇલ પેકિંગ કરવાના કૌભાંડમાં ઝડપાઈ ચૂક્યા છે. હાલ SMC ટીમે ટંકારા પોલીસ મથક ખાતે ગુનો નોંધાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.