જેતપુર તાલુકાનાં કાગવડ નજીક વછરાજ હોટલનાં પાર્કીંગમાં વીદેશી દારુનાં કટીંગ વેળાએ સ્થાનીક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી લીસ્ટેેડ બુટલેેગર ધીરેન કારીયાનો વીદેશી દારુનો જંગી જથ્થો ઝડપી પાડયો છે. પોલીસેે રૂ. 7 લાખની કિંમતનોે 14ર પેટી દારુ, બોલેરો અને ટ્રક મળી રુ. 18 લાખનાં મુદામાલ સાથે ગોંડલનાં શખ્સની ધરપકડ કરી છે. 258 પેટી દારૂ સગે વગે થયાનું બહાર આવ્યું છે. જયારે જુનાગઢનો ધીરેન કારીયા અને મેંદરડાનો અશોક કાઠી ઉર્ફે બાટલી બાપુ સહીત 10 શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
આ મામલે આગામી દિવસોમાં સ્થાનિક પોલીસ મથકનાં સ્ટાફ પર તવાય આવે તો નવાઈ નહીં.વધુ વીગત મુજબ ગુજરાતમાં દારુ બંધીનો કડક અમલ કરવા માટે સ્ટેટ મોનીટરીંગ સેલનાં વડા નીર્લીપ્ત રાયે આપેલી સુચનાને પગલે ડીવાયએસપી કે.ટી. કામલીયા સહીતનાં સ્ટાફ દ્વારા સૌૈરાષ્ટ્ર્રમાં મોટા પાયે વીદેશી દારુની હેરાફેરી થતી હોવાની ધ્યાને આવતા પીએસઆઇ રવીરાજસીંહ જાડેજા સહીતનાં સ્ટાફ દ્વારા સઘન પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.જુનાગઢનાં વતની અને લીસ્ટેડ બુટલેગર ધીરેન અમૃૃતલાલ કારીયા નેે મેંદરડાનાં અશોક કાઠી દરબાર ઉફેેર્ર બાટલી બાપુુ દ્વારા જેતપુર નજીક આવેલ કાગવડ ગામનાં પાટીયા પાસે જય વચ્છરાજ હોટલનાં પાર્કીંગમાં વીદેશી દારુુનુુ કટીંગ થતુ હોવાની મળેલી બાતમીનાં આધારે પીએસઆઇ રવીરાજસીંહ જાડેજા સહીતનાં સ્ટાફે દરોડો પાડયો હતો.
દરોડા દરમ્યાન રુ. 7 લાખની કીંમતનાં 142 પેટી વીદેશી દારુ સાથે ગોંડલનાં ભોજપરા વીસ્તારમાં રહેતો ધર્મેશ ઉર્ફે હકો ખોડુ ચાવડા નામના શખ્સને ઝડપી લઇ સ્ટાફે સ્થળ પર દારુ, બોલેરો, ટ્રક અને મોબાઇલ મળી રુ. 18 લાખનો મુદામાલ કબજે કર્યો છે. ઝડપાયેલ શખ્સની પ્રાથમીક પુછપરછમાં વિદેશી દારૂની 400 પેટી ઉતર્યા હોવાનો અને એસએમસી દરોડો પાડયો તે પહેલાં 3 બોલેરો પીકઅપ વાન ભરીને 258 પેટીનું કટીંગ થઈ ગયાનું ખુલ્યું છે. જયારે આ દારુનો જથ્થો ધીરેન કારીયા અને અશોક કાઠી દરબારનો હોવાનુ ખુલ્યુ હતુ. ધીરેન કારીયાનાં બે કર્મચારી ઉદય, ભુરો, બે બોલેરો, આઇસર, ઘ બોલેરો પીક અપનાં ડ્રાઇવર અને માલીક સહીત 10 શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.