આ કોરોના કાળમાં બધી જ જગ્યાએ થર્મલ સ્ક્રીનિગ ડીવાઈસ લોકોનું તાપમાન માપવા માટે જોવા મળે છે .તેના દ્વારા ચેક થઈ શકે છે કે વ્યક્તિનાં શરીરનું તાપમાન વધુ છે કે નહીં અને જો વધુ હોય તો તે વ્યક્તિ કોરોના સંક્રમિત હોય શકે છે. હવે વ્યક્તિ પોતાના ફોન દ્વારા જ જાણી શકશે કે તેનું શરીરનું તાપમાન યોગ્ય છે કે નહીં.
સ્માર્ટફોન નિર્માતા કંપની ‘ આઇટેલ ફિટ થર્મો’ નામનો એક ખાસ ફોન લોન્ચ કરવામાં આવ્યો છે.આ એક કિપેડ ફોન છે પરંતુ આ ફોનની વિશેષતા એ છે કે તે શરીરનું તાપમાન માપી શકશે. હવે શરીરનું તાપમાન માપવા માટે થર્મોમીટરની જરૂર નથી.
આ ફોનની કિંમત ફક્ત 1049 રૂપિયા છે. કોરોના કાળમાં લોકોની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આ ફોનની કિંમત ખૂબ જ વ્યાજબી રાખવામાં આવી છે.
આઇટેલ આઈટી 2192 ટી ( itel2192t ) થર્મો એડિશનમાં 1.8 ઇંચની બ્રાઇટ ડિસ્પ્લે આપવામાં આવે છે. આ ફોન લાઇટ બ્લુ,મિડનાઈટ બ્લેક,અને ડીપ બ્લુ કલરમાં ઉપલબ્ધ છે સાથે જ આ ફોનમાં D5 LED ટોર્ચ પણ આપવામાં આવે છે. આ ફોનની બેટરી 1000 mAh છે. આ થર્મો એડિશન ફોનમાં રેકોડીગ સુવિધા,વાયરલેસ એફએમ,અને અલ્ટો કૉલ રેકોર્ડ પણ છે. આ ફોનની સાથે 100 દિવસની રિપ્લેસમેન્ટની વોરંટી અને 12 મહિનાની ગેરંટી કંપની દ્વારા આપવામાં આવે છે.
જ્યારે આ ફોનને જ્યારે હથેળી પાસે મુકવામાં આવશે ત્યારે તેના કેમેરા પાસે રહેલો સેન્સર શરીરની તાપમાન માપશે અને સાથે જ તેની સૂચના પણ આપશે.