સ્માર્ટફોનની દુનિયામાં મોટી કંપની સેમસંગ આ વર્ષેના અંત સુધીમાં ફોલ્ડેબલ ડિસ્પ્લે OLED ડિસ્પ્લે અને બિક્સબી કંપનીના ગ્રોથમાં વધારો કરશે. એટલે આ વર્ષે દુનિયાને સેમસંગ તરફથી ફોલ્ડ થઇ શકાય તેવી ડિસ્પ્લે વાળો સ્માર્ટફોન જોવા મળશે.
અહેવાલ અનુસાર છેલ્લા બે વર્ષથી સેમસંગ સતત ફોલ્ડેબલ ડિસ્પ્લે ધરાવતા સ્માર્ટફોનના કોન્સેપ્ટ, ડિઝાઇન અને વિઝન પર કામ કરી રહી છે અને તેની માહિતી લીક થઇ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સ્માર્ટફોન માટે કંપનીએ પહેલાં જ પેટન્ટ કરાવી લીધું છે.
સેમસંગે FY 2017નું રિઝલ્ટ બહાર પાડ્યું છે અને આ દરમિયાન કંપનીએ સંકેત પણ આપ્યાં છે કે ફોલ્ડેબલ ડિસ્પ્લે ધરાવતા સ્માર્ટફોન પર કામ કરવામાં આવી રહ્યું છે. કંપનીએ જણાવ્યું કે મોબાઇલ બિઝનેસ તરીકે સેમસંગ પોતાના સ્માર્ટફોનમાં નવી કટિંગ એજ ટેક્નોલોજી આપવાના પોતાના પ્રયાસો ચાલુ રાખશે, જેમાં ફોલ્ડેબલ OLED ડિસ્પ્લેનો પણ સમાવેશ થાય છે.
સંમસંગ પાસે એવી ટેક્નોલોજી આવી ગઇ છે જેની મદદથી ફોલ્ડેબલ ડિસ્પ્લે ધરાવતા સ્માર્ટફોન બનાવી શકાય. જો કે સેમસંગ પોતાના ફ્લેગશીપ સ્માર્ટફોન Galaxy S9ને પહેલાં લોન્ચ કરશે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફોલ્ડેબલ ડિસ્પ્લે ધરાવતા સ્માર્ટફોનનું નામ Galaxy X હશે અને તેની સ્ક્રીન 7.3 ઇંચની હશે, જેને ફોલ્ડ કરી શકાસે. તેમાં સ્નેપડ્રેગન 845 ચિપસેટ સાથે 6 જીબી રેમ અને ડ્યુઅલ રેર કેમેરા પણ હશે.