૨૦૧૮ના ત્રિમાસીક કવાર્ટરમાં ભારત સૌથી વધુ નેટ મોબાઈલ સબસ્ક્રીપ્શનમાં બીજા નંબરે
સ્માર્ટફોનનો ઉપયોગ ટેકનોલોજી અને જમાના સાથે અપડેટ રહેવા માટે જરૂરી છે પરંતુ કેટલાક લોકોને સ્માર્ટફોનના સાચો ઉપયોગ કેમ કરવો તેની ખબર હોતી નથી. સ્માર્ટફોનના જેટલા ફાયદાઓ છે તેટલા જ તેના ગેરઉપયોગ પણ છે તેમાં પણ ભારતીય લોકો સ્માર્ટફોનના વળગણમાં મોખરે છે. ત્યારે ૨૦૧૪ સુધીમાં સ્માર્ટફોન ઉપભોગતાઓનો આંકડો ૧૦૦ કરોડને આંબે તેવું ઈરીકશને જાહેર કરેલા એક રિપોર્ટમાં કહ્યું હતું.
ભારતમાં સ્માર્ટફોન વપરાશકર્તાઓના આંકડામાં વાર્ષિક ૧૦ ટકાનો વધારો થયો છે. વૈશ્વીકસ્તરે કુલ ૭.૨ બીલીયન લોકો ૨૦૨૪ સુધીમાં સ્માર્ટફોન ઉપભોગતાઓ રહેશે. ૨૦૧૮ના ત્રિમાસિક કર્વાટર દરમિયાન ભારત મોબાઈલ નેટના વપરાશમાં બીજા નંબરનું સૌથી મોટું બજાર ધરાવતું દેશ બન્યું હતું.
૨૦૧૮ સુધીમાં ભારતમાં મોબાઈલ ડેટા ટ્રાફિકમાં પણ ૩ એકઝાબાઈટનો વધારો થયો છે. ૨૦૨૪ સુધીમાં આ વધારો ૧૨ એકઝાબાઈટ સુધી લંબાય તેવી શકયતાઓ છે. મોટાભાગના લોકો સ્માર્ટફોનમાં વિડીયો તેમજ યુ-ટયુબ ત્યારબાદ વોટ્સએપ પર સૌથી વધુ સમય પસાર કરતા હોય છે. ત્યારે ૩જી અને ૪જી બાદ હવે ૫જી નેટવર્ક આવશે તો મોબાઈલ યુઝરોમાં ઈન્ટરનેટ વપરાશકર્તાનો વધારો થશે.
૫જી નેટવર્ક અત્યાર સુધીનું સૌથી ઝડપી ટેકનોલોજી ધરાવતું મોબાઈલ નેટવર્ક છે. ત્યારે વૈશ્વીકસ્તરે ૫જીની અમલવારી થયા બાદ ૫જી નેટવર્ક સ્માર્ટફોન ક્રાંતિનું સર્જન કરશે. આ ઉપરાંત ૫જી નેટવર્ક ઈન્ટરનેટની ક્ષમતા વધારવાની સાથે ઓછી કિંમતમાં સારી સ્પીડ આપશે.