લોકડાઉન દરમિયાન સ્ટડી ફ્રોમ હોમ માટે ટેકનોલોજીનો થતો ભરપુર ઉપયોગ
રાજકોટ જિલ્લામાં ગુરુજનોની ગુરુતા, વિદ્યાર્થીઓની જ્ઞાન સુધાને સંતોષી રહી છે. લોકડાઉનમાં આજે જ્યારે શાળાઓ બંધ છે. તેવા સમયમાં શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓને સ્માર્ટફોન વીડિયોકોલિંગ દ્વારા ઘરબેઠા શિક્ષણ આપી રહ્યા છે. શિક્ષણની “સ્માર્ટ” સરવાણીવહી રહી છે. અટકી નથી. જિલ્લાના પડધરી તાલુકાના મેટોડાગામની પ્રામિકશાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને દિવસમાં ત્રણથી ચારવાર અને વિદ્યાર્થીઓને જે સમયે શીખવાની ઈચ્છા થાય તેવા સમયે તેમને ડિસ્ટન્સ લર્નિંગી પાઠ ભણાવી રહ્યા છે. તો મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ પણ આપી રહ્યાં છે. તે સાથે લેસન પણ તપાસી રહ્યા છે. ધોરણ-૮માં ભણતી શ્રુતિ રાજેશભાઈ વેકરીયા અને ધોરણ-૩માં ભણતી તેની નાની બહેન વિડીયો કોલથી ઘરબેઠા શિક્ષણ મેળવી રહ્યા છે. તેમના માતા જયશ્રીબેન કહે છે કે,”સરકારે વાલીઓ અને બાળકો માટે એક નવતર અને જરૂરી પ્રયાસ કર્યો છે. જે માટે સરકાર ધન્યવાદને પાત્ર છે.
મેટોડાના રહીશ નિતિનભાઈ મકવાણાના બે બાળકો પણ વીડિયો કોલિંગ શિક્ષણ મેળવી રહ્યા છે. તેઓ કહે છે કે, “સરકારની આગવી પહેલથી બાળકોનું ભણતર અને ભવિષ્યને હવે આંચ નહિ આવે. શિક્ષકો દ્વારા મોબાઇલફોનથી માર્ગ દર્શન આપવામાં આવે છે. તે સાથે વિષય વાર ફાઈલ મોકલે છે. જેનાથી વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવાનું ખૂબ જ સરળ બન્યું છે. સરકારનો આ અભિગમ આજ ના સમય માટે ખુબ જ સરસ છે. ખૂબટ જ સારા પ્રયત્નો છે. ટેકનોલોજીનો આવો સારો ઉપયોગી ભણતરનું શું થશે ? આ પ્રશ્નનો છેદ ઉડી ગયો છે. શિક્ષણના આ પ્રયોગથી લાગતું નથી કે લોકડાઉન છે.
રાજકોટ જિલ્લાના સ્ટુડ ફોમ હોમ પ્રોજેક્ટ અંતર્ગત ૧.૪૬ લાખ જેટલા બાળકો હાલમાં મોબાઈલથી ઘરબેઠા કેળવણી લઈ રહ્યા છે. જિલ્લાના પ્રાથમિક શિક્ષણ વિભાગે, શિક્ષકો, સોશિયલ મીડિયાના ગ્રુપો, વોટ્સએપ ગ્રુપો,બ્રોડકાસ્ટ ગ્રુપો સાથે વાલીઓના મોબાઈલ નંબરોને સાંકળી બાળકોને ઘરબેઠા શિક્ષણ આપવાની વ્યવસથા પ્રસપિત કરી છે. પ્રાથમિક શાળાના આચાર્ય અમીનબેુન શમાએ વિગતો આપતાં જણાવ્યું કે અમારી શાળાના ધોરણ ૩થી ૫ના ૧૧૫ જેટલા બાળકો હોલમાં વીડિયો કોલિંગ દ્વારા ઘર બેઠા વિજ્ઞાન-ગણિત ગુજરાતી સહિતના વિષયોનું શિક્ષિણ મેળવી રહ્યા છે. જેમાંવાડીના માલિકો પોતાના મોબાઈલ આ બાળકોને આપીને તેમના ભણતરમાં મદદગારી કરી રહ્યા છે. જે પણ ખુબ સરાહનીય બાબત છે.
રાજકોટ જિલ્લાના શિક્ષણ અધિકારી આર.એસ. ઉપાધ્યાય દ્વારા સમગ્ર પડધરી તાલુકાને શૈક્ષણિક કાર્યહેતુ દત્તક લીધો છે. તેમણે જણાવ્યું કે તાલુકાના ૪૦૦થી વધુ શિક્ષકો આલર્નિંગ પ્રોજેક્ટમાં જોડાયા છે. તો ૦૯સી.આર.સી.કો-ઓર્ડીનેટર દ્વારા શાળાઓનું સંકલન કરવામાં આવી રહ્યું છે.
તાલુકાના ધોરણ ૩થી૮ના ૩૪૭૫ વિદ્યાર્થીઓ અને ધોરણ -૯ના ૩૪૮ વિદ્યાર્થીઓ સ્ટુડ ફોમ હોમ પ્રોજેકટ હેઠળ અભ્યાસ કરીરહ્યાં છે.