સ્માર્ટ શૌચાલયમાં બાળકો તેમજ વિકલાંગો માટે નિ:શુલ્ક સુવિધા
કોર્પોરેશન દ્વારા રાજકોટમાં સ્માર્ટ ટોઇલેટ પ્રોજેકટ અંતર્ગત સોરઠીયા વાડીમાં સ્માર્ટ ટોઇલેટ બનાવવામાં આવ્યું છે.જેના સંચાલક આશીષકુમાર ઝા દ્વારા જાણકારી મળીછે. કે આ સ્માર્ટ ટોઇલેટમાં પેપર, નેટકીન, હેન્ડ વોશ તેમજ મહિલાઓ માટે ખુબ મહત્વની વસ્તુ સેનેટરી પેડની સુવિધા ઉપલબ્ધ છે.
આ ટોઇલેટમાં નાના બાળકો મહીલાઓ તેમજ વિકલાંગો માટે વિવિધ વિભાગો રાખવામાં આવ્યા છે. તેમજ નાના બાળકોને ટોઇલેટ શીટ પણ નાની રાખવામાં આવી છે. નોંધનીય છે કે અહી દિવસમાં ૨-૩ વાર સફાઇ કરવામાં આવે છે તેમજ એર ફેશનનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
ટોઇલેટ સંચાલકનું કહેવું છે કે કે દિવસમાં ૩ થી ૪ વાર ઇન્સ્પેકશન પણ આવે છે. તેમજ શૌચાલયને લગતી કોઇ ફરીયાદ હોય તો તેના માટે ફરીયાદ બુક પણ રાખવામાં આવી છે આ ટોઇલેટના ઉપયોગ માટે મહિલાઓ બાળકો તેમજ વિકલાંગો, માટે કોઇ ચાર્જ લેવામાં આવશે નહી. આધુનિક યુગ મા તમે ગુગલ મેપ દ્વારા પણ ટોઇલેટ શોધી શકીએ. ૧૯૬૯ નંબર ઉપર નંબર ડાયલ કરવાથી ટોઇલેટની સ્થળની માહીતી મેળવી શકાય છે.