મોંઘવારી અને જરૂરિયાત પ્રમાણે જો ઘરની બધી વ્યક્તિ કમાવાના જાય તો આ સમયમાં બંને છેડા ભેગા કરવા મુશ્કેલ બને છે. જોકે જોઇન્ટ ફેમિલીમાં રહતા લોકોને તકલીફ પડતી નથી પણ જે પેરેન્ટ્સ સિંગલ હોય છે તેમણે પોતાના બાળકોના ઉછેર માટે વિશેષ સમય ના હોવાને કારણે પેરેંટિંગનો વધુ સમય રેહતો નથી. એવા વાલીઓ માટે સ્માર્ટ પેરેંટિંગ ટિપ્સ વિષે આજે હું તમને વાત કરીશ જ્યારે તમે બાળકોના ઉછેરની વાત આવે ત્યારે સૌથી પહેલાતો બાળકો કરતાં વાલીઓએ સમજણ કેળવવી ખુબજ જરૂરી બને છે.
ઘણા નોકરિયાત પેરેન્ટ્સને તમે બોલતા સાંભળ્યા હશે કે તેઓ પોતાના બાળકોની પરવરીશ માટે પૂરતો સમય કાઢી શકતા નથી. તો સૌથી મુખ્ય વાત કે વાલીઓએ આ માનસિકતા બદલવી પડશે, સમય નથી આપી શકતા તેવું વિચારવાને બદલે એવું વિચારો કે તમારા બાળકોને સારું શિક્ષણ, ખોરાક અન તેની અપેક્ષાઓ પૂરી કરવા માટે તમે કામ કરી રહ્યા છે, વ્યસ્તતા તો દરેકને હોય છે પણ તમારા શબ્દો ઉર્જાને આકર્ષે છે માટે જો તમે સમય ના કાઢી શકતા હોય તો પણ હવેથી તમે સમય કાઢીજ શકશો તેવા હકારાત્મક વિચારો સાથે આગળ વધો.
દરેક લોકો જાણે છે કે પૃથ્વી ગોળ છે. દરેકને એકબીજાની જરૂર પડેજ છે જો તમે પણ વધારે પડતાં વ્યસ્ત રેતા હોય તો કોઇની મદદ લેવામાં શરમાશો નહીં આજે તો ઘણા કીડ કેર અને ડે સ્કૂલ સેંટર પણ સારી સર્વિસ આપે છે. જેમાં દિવસ દરમ્યાન બાળકોને હોમ વર્ક, જ્ઞાન સાથે ગમ્મત અને બીજી એક્ટિવિટી પણ કરાવે છે, બાળકો સાથે સમય વિતાવાનું ફિક્સ કરો, અને તમારા બાળકોને સ્વતંત્ર અને બિન્દાસ બનાવો તેથી બાળક નિરાશ ન થાય . ભલે ઘરકામ માટે કામવાળી રાખી લો પણ બાળકોને સમય તો આપવોજ જોઈયે, અને આખરે અન્ય લોકોના વિચારોથી પ્રભાવિત ન થવું જોઈએ, સ્માર્ટ પેરેંટિગને બદલે માઇંડસેટ કરીયે તો જીવનના દરેક પડકારોનો સામનો હસતાં હસતાં કરી શકાય છે.