ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ રાજ્યભરમાં ગ્રાહકોને ટૂંક સમયમાં જ સ્માર્ટ મીટરનો લાભ આપવા માટે કમર કસી રહ્યું છે. જેમાં ગ્રાહકોને દિવસ દરમિયાન સસ્તી વીજળીનો પણ લાભ અપાશે. જો કે રાત્રીના સમતે વીજળીના ચાર્જ દિવસના પ્રમાણમાં સસ્તા રાખવામાં આવશે.
પીજીવીસીએલ દ્વારા ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી મીટર લગાવવાનું કામ શરૂ કરાશે, 2 વર્ષમાં 23 લાખથી વધુ મીટર લગાવવાનો લક્ષ્યાંક
જીયુવીએનએલના એમડી જય પ્રકાશ શિવહરેએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય માર્ગદર્શિકા મુજબ, અમે આગામી બે વર્ષમાં 1.61 કરોડ સ્માર્ટ કન્ઝ્યુમર મીટર્સ ઇન્સ્ટોલ કરવા જઈ રહ્યા છીએ. આ મહિને પીજીવીસીએલ દ્વારા સરકારી કચેરીઓમાં ઇન્સ્ટોલેશન પ્રક્રિયા શરૂ કરાશે, અને સપ્લાય ડેટા મેળવવા માટે વિતરણ ટ્રાન્સફોર્મર અને ફીડર પર મીટર ઇન્સ્ટોલ કરાશે. અમે સૌર ઉર્જા ઉત્પાદનમાં ઝડપી વધારો જોઈ રહ્યા છીએ અને આ રીતે દિવસ દરમિયાન વીજળી સસ્તી થઈ ગઈ છે, તેમણે કહ્યું. જોકે, ગ્રાહકો હાલમાં પ્રતિ યુનિટ ફ્લેટ ટેરિફ ચૂકવે છે.
સ્માર્ટ મીટર મિનિટ-ટુ-મિનિટ વપરાશ ડેટા પ્રદાન કરશે, જેનાથી ગ્રાહકો દિવસના પ્રકાશના કલાકો દરમિયાન સસ્તી વીજળી મેળવી શકશે. તેઓ પ્રીપેડ મોડને પણ મંજૂરી આપશે, પરંતુ અમે ખાતરી કરીશું કે જો ગ્રાહકોનું બિલ લગભગ બે દિવસ સુધી ચૂકવવામાં ન આવે તો તેમની વીજળી ડિસ્કનેક્ટ કરવામાં આવશે નહીં. ગ્રાહકોને તેમના મોબાઈલ ફોન પર તેમના વીજળીના વપરાશ વિશે માહિતી મળશે.
બીજી તરફ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં રેસિડેન્સિયલ, કોમર્શિયલ અને ઔદ્યોગીક વીજ જોડાણોમાં કુલ 55.83 લાખ સ્માર્ટ પ્રિ-પેઇડ મીટર લગાવવાની કામગીરી ડિસેમ્બર માસના અંતથી શરૂ કરવામાં આવનાર છે અને તેના માટે પાયલોટ પ્રોજેક્ટ તરીકે સૌપ્રથમ રાજકોટ શહેરના મહિલા કોલેજ સબ ડિવિઝનની પસંદગી કરવામાં આવી છે.
જાન્યુઆરી 2025 સુધીમાં ક્યાં કેટલા મીટર લાગશે ?
- રાજકોટ શહેર 1.56લાખ
- રાજકોટ ગ્રામ્ય 2.59 લાખ
- મોરબી 92 હજાર
- જૂનાગઢ 1.72 લાખ
- પોરબંદર 2.02 લાખ
- બોટાદ 24 હજાર
- ભાવનગર 1.82 લાખ
- જામનગર 5.32 લાખ
- અમરેલી 2.5 લાખ
- અંજાર 1.09 લાખ
- ભૂજ 1.96 લાખ