બાળકો દ્વારા સોલાર સિસ્ટમ, કલિન સિટી, વૃક્ષો બચાવો જેવા પ્રોજેકટો નિહાળી વાલીઓમાં હરખની હેલી
શહેરના સ્માર્ટ કિડઝ પ્રિ-સ્કુલ ખાતે કિડઝ ફીએસ્ટાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૪ થી ૬ વર્ષના નાના ભુલકાઓએ ભાગ લીધો હતો. આ સમગ્ર આયોજનને બાળકો અને માતા-પિતા તેમજ સ્કુલના પ્રિન્સીપાલ વર્ષા પોપટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિએસ્ટામાં ૪૨ જેટલા બાળકોએ ભાગ લીધો હતો. દરેક પ્રોજેકટ વિશે માહિતી આપી હતી.
અહીં બાળકોએ પોતામાં રહેલી આવડત અને તેમનામાં રહેલી કાર્યક્ષકમતાનો બે જોડ નમુનો દર્શાવ્યો હતો. આ સમગ્ર આયોજનને ૪૦૦ થી ૫૦૦ જેટલા લોકો જોવા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો. આ સમગ્ર કિડસ ફિએસ્ટામાં ૪૨ જેટલા પ્રોજેકટસ હતા જેમાં મંદિર, કલીન સીટી, ઝુ, વૃક્ષો ન કાપવા જોઈએ, સુંદર ગામ, સ્વામિનારાયણ મંદિર, સ્કુલ, ગ્રીન પાર્ક, સોલાર સિસ્ટમ, કોમ્પ્યુટર વગેરે જેવા પ્રોજેકટ રજુ કર્યા હતા અને બાળકોએ ખુબ-ખુબ આનંદ સાથે આ ફીએસ્ટાને રજુ કર્યો હતો.
શાળાના સ્ટુડન્ટ દ્વિજે જણાવ્યું હતું કે, હું પાંચ વર્ષનો છું મારા પ્રોજેકટનું નામ કલીન ઈન્ડીયા ગ્રીન ઈન્ડીયા. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આપણું સીટી એ કલીન સીટી, ગ્રીન સીટી. જે મારા પ્રોજેકટનું નામ છે કલીન ઈન્ડીયા, ગ્રીન ઈન્ડીયા. અન્ય વિદ્યાર્થી કાવ્યાએ કહ્યું હતું કે, મારું નામ કાવ્યા કાકડીયા છે.
હું સ્માર્ટ કિડસ પ્રિ-સ્કુલમાં ભણુ છું. મારા મોડલનું નામ છે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત એટલે ભારતને કિલન રાખવું આ સ્વચ્છ ભારત મિશન આપણા પ્રાઈમ મીનીસ્ટરે ૨ ઓકટોબર ૨૦૧૪ના ન્યુ દિલ્હીના રાજઘાટ પાસેથી શરૂ કર્યું હતું. દ્વિષાએ કહ્યું હતું કે, મારા પ્રોજેકટનું નામ સોલાર સિસ્ટમ છે. સોલાર સિસ્ટમ એ ૪.૫ મીલીયન વર્ષ જુનુ છે. આકાશગંગાએ સોલાર સિસ્ટમ છે. પૃથ્વીએ આકાશગંગામાં રહે છે અને તે સુર્યની પ્રદક્ષિણા કરે છે.
માત્ર શિક્ષણ જ નહીં સારા સમાજની રચના માટે આયોજન: વર્ષા પોપટ
વર્ષા પોપટે કહ્યું હતું કે, છેલ્લા ૬ વર્ષથી આ સ્કુલ ચલાવી રહ્યા છીએ. આજે અમે કિડસ ફિએસ્ટા નામનું એક નાની એવી ઈવેન્ટ કરી છે. જે નાના છોકરાઓને ખુબ મદદ‚પ કરે છે અને તેમનામાં રહેલી કલાઓને ઉપસાવાની કોશીશ કરે છે. આજે અમે આ ફીએસ્ટામાં એવા-એવા ટોપીક લીધા છે જે નાના છોકરાઓ મોટા થઈને એના જીવનમાં ખુબ ઉપયોગી બનશે. આ એક એજયુકેશન નહીં પણ એજયુકેશનની પણ વધારે છે કે જેના લીધે આગળ જતા તે ખુબ જ સારા એવા માર્ગે જઈ શકે.
સૌથી સારું અમે જયારે સ્વચ્છ ભારતની વાત કરવામાં આવે કે જે નરેન્દ્ર મોદીએ કરેલી છે ઈ સ્વચ્છ ભારત છોકરાઓએ કાવ્યા કાકડીયા અને દ્વિજ ભટ્ટે એ એવા બાળક છે કે નરેન્દ્ર મોદીએ કયારે શરૂઆત કરી છે અને કેટલી ઈમ્પેકટ થઈ છે અને અત્યારે ઈન્ડિયાના કયાં લેવલમાં પહોંચ્યા છે ત્યાં સુધીની તેમને ખબર છે. આજે ૩૦૦ થી ૪૦૦ લોકો આ ફિએસ્ટામાં આવ્યા હતા અને બાળકોએ પણ તેમને કરેલા પ્રોજેકટ વિશે માહિતી આપી છે.
ઈ પણ કર્યા વગર અહીં ૪ થી ૬ વર્ષના બાળકો છે અને બાળકોએ તેમના માતા-પિતા સાથે મળીને આ પ્રોજેકટસ કર્યા છે અને રાત-દિવસ ખુબ જ મહેનત કરી છે. છેલ્લા ૧ મહિનાથી તેઓ તૈયારી કરી રહ્યા છે અને કેટલા બાળકોએ ભાગ લીધો છે. ૪૨ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને બાળકોને આ પ્રોજેકટસ માટે માતા-પિતાને વિષયો આપ્યા હતા અને તેમાંથી તેઓને અલગ કરીને પછી અમે આ પ્રોજેકટસ તૈયાર કરાવ્યા છે. માતા-પિતાનો ખુબ જ સારો સપોર્ટ રહ્યો છે.
માતા માટે તેના બાળકને વિકસતા જોવા સંવેદનશીલ: મેઘા ભટ્ટ
મારો પુત્ર દ્વીજ ચીનમય ભટ્ટે સ્માર્ટ કિડસની સ્કુલમાં ભણે છે અને પ્લે હાઉસથી જ મેં એને ચુકેલો છે. છેલ્લા ૪ વર્ષથી ઈ અહીં અભ્યાસ કરે છે. ઘણા બધા પ્રોગ્રામસનું આખા વર્ષ દરમિયાન આયોજન થાય છે. જેમ કે સાંસ્કૃતિક કાર્યક્રમ, સ્પોર્ટસ વિક, સાયન્સ ફેર એકઝીબીશન હોય છે ત્યારે હું ખુબ જ ગર્વ અનુભવું છું કે જયારે મેં એને આયા મુકયો ત્યારે મને એવું હતું કે તે અહીં શું કરશે અને આજે ૪ વર્ષ પછી એ એનામાં એટલો બધો ફેરફાર આવી ગયો છે. એનામાં એટલો વિકાસ થઈ રહ્યો છે. તેમનામાં ઘણો બદલાવ આવ્યો છે. માતા-પિતા ધ્યાન રાખે છે તેમના કરતા સ્કુલમાં તેમનો વિકાસ થયો છે. તેના માટે ખરેખર ખુબ ખુશ છું. હું ખુબ ખુશ અને ભાગ્યશાળી કે મારો છોકરો અહીં ભણે છે.