શાળાની ૮૦૦ જેટલી વિદ્યાર્થીનીઓએ હર્ષભેર લીધો ભાગ: મેયર બીનાબેન આચાર્ય રહ્યા ઉપસ્થિત
દેશભરમાં અને વિશ્ર્વભરમાં બાળાઓ એટલે કે વિઘાર્થીનીઓ કેવી રીતે પોતાની જાતને સુરક્ષિત અને સાક્ષર બનીશકે, સાથો સાથ કઇ રીતે તેઓ શસ્કત બને તે હેતુસર અનેક વિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભારતીય જૈન સંગઠન દ્વારા મોદી સ્કુલનાં સંયુકત ઉપક્રમે ૮૦૦ જેટલી વિઘાર્થીઓને સાથે રાખી ‘સ્માર્ટ ગર્લ્સ રેલી’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે મેયર બીનાબેન આચાર્ય મુખ્ય મહેમાન તરીકે ઉ૫સ્થિત રહ્યા હતા અને બાળાઓને કેવી રીતે જાગૃત કરી શકાઇ તે દિશામાં જે રીતે રાષ્ટ્રીય જૈન સંગઠન દ્વારા કામગીરી હાથ ધરાય છે તે સરાહનીય છે.
વિદ્યાર્થીનીઓના ઘડતર માટે ભારતીય જૈન સંગઠનની કામગીરી સરાહનીય: મેયર બીનાબેન આચાર્ય
બીજેપી દ્વારા તરુણીયો માટે જે આ કાર્યક્રમ કરવામાં આવે છે તે જરુરી છે. તે બાળાઓ સાથે સ્કુલના ટીચરોને પણ તૈયાર કરે છે. સ્કુલમાં એક વિષય તરીકે સમય ફાળવી દીકરીઓને તૈયાર કરે છે. એટલે બીજેપી ની રાજકોટની આખી ટીમને શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન આપું છું ટ્રેનીંગ પૂર્ણ કર્યા પછી નીડરતા આવે છે. સ્વાસ્થ્ય માટેની જાળવણી તથા આગળ કેમ વધવું તે શીખવે છે અને આવનારા સમયમાં સમાજ માટે ખુબ ઉપયોગી થશે.
બાળકો કઇ રીતે તેમની જાતને સુરક્ષિત રાખી શકે તે માટે ‘સ્માર્ટ ગર્લ’ પ્રોગ્રામ ખુબ ઉપયોગી: પ્રતિક્ષા રાજાણી
આ કાર્યક્રમ બાળાઓને કે જે તરુણ અવસ્થામાં છે તેમને બહારની દુનિયાથી ઘણી માનસીક અસરો થતી હોય છે. તથા મનમાં પ્રશ્ર્નો પણ હોય છે. તો આ કાર્યક્રમ તેઓ સક્ષમ બને છે. તેમનો આત્મવિશ્ર્વાસ વધે છે પોતાની જાતને સુરક્ષીત કેવી રીતે રાખવી તે શીખવીએ છીએ અને ઘરમાં જનરેશન ગેપ કેવી રીતે ઘટાડવી તેની માહીતી આપીએ છીએ અને ભવિષ્યના નિર્ણય સમજી વિચારી સક્ષમ બની ગઇ શકે છે.
મોદી સ્કુલની પહેલ અન્ય શાળાઓ માટે પણ મહત્વપૂર્ણ બની રહેશે: કવિતાબેન આચાર્ય
મોદી સ્કુલની ૮૦૦ જેટલી બાળાઓએ આ સ્માર્ટ ગર્લ્સ અવેરનેસ પ્રોગ્રામ કરાવ્યો છે. જેમાં ખુબ સફળતા મળેલ છે અમે આ રેલી કાઢી બીજી વિઘાર્થીનીઓ અવેરનેશ પ્રોગ્રામ વિશે પ્રોત્સાહન મળે તે માટે રેલી યોજાય છે. સાથો સાથ આ રેલી મારફતે અન્ય શાળાઓની બાળાઓને પણ પ્રોત્સાહીત અને જાગૃત કરાઇ તે હેતુસર આ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો છે.
ભારતીય જૈન સંગઠન વિદ્યાર્થીનીઓનાં ઘડતર માટે ખુબ આશિર્વાદરૂપ: આશના મજીઠીયા
આ રેલી બીજીપીના કારણે થઇ છે આપણા દેશસ્કુલની ગર્લ્સને એટલી એમ્પાવર કરી છે કે મોટીવેટ થઇને બધાને એન્કરેજ કરે છે. આ રેલીમાં બીજેપી એ નવું શિખવાડયું છે. અમારા પ્રોબલેમ્સ સોલ્વ કર્યા છે કે અમારે કેવી રીતે સ્માર્ટ બનવું મારો બધી ગર્લ્સને એજ સંદેશ છે કે આપણે આપણી જવાબદારી લેવી જોઇએ અને બીજી ગર્લ્સને પ્રોત્સાહીત કરવી જોઇએ.
ભારતીય જૈન સંગઠન દ્વારા પ૦ હજાર વિદ્યાર્થિનીઓને સશક્ત કરાઇ: દર્શના રાજુ કોઠારી
આ પ્રોગ્રામ છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતમાં ચલાવવામા આવે છે અને આશરે પ૦,૦૦૦ વિઘાર્થીઓ શસકત કરેલ છે. અને આજે સ્માર્ટ રનનું આયોજન મોદી સ્કુલના સહયોગથી જે કરવામાં આવ્યું છે. તે લોકોમાં જાગૃતતા માટે કરવામાં આવેલ છે. અમે સ્માર્ટ ગર્લ્સ પ્રોજેકટ દ્વારા વિઘાર્થીનીઓમાં રહેતા પાવર એટલે કે ટેલેન્ટ ના બહાર લાવવામાં મદદરુપ થાય છે. તથા મા-બાપ અને બાળકો વચ્ચે જે ભેદ ઉભો થાય છે. તે ઘટાડવાની કોશીષ કરીએ છીએ. ગર્લ્સને મારી સંદેશ છે તમે જાતે સશકત બની તમારુ આત્મબળ વધારો અને તમારી શકિત જાળવી અને આગળ વધો અને આપનું નામ રોશન કરો.