આઝાદી પર્વની ઉજવણી અંતર્ગત મહારાણી લક્ષ્મીબાઈ  કન્યા વિદ્યાલયમાં કરાયું આયોજન

મહાનગરપાલીકા દ્વારા વોર્ડ નં.૭માં સ્વાતંત્ર પર્વ ૨૦૧૮ની ઉજવણીના ભાગ‚પે સ્માર્ટગર્લ્સ કાર્યક્રમનું મહારાણી લક્ષ્મીબાઈ કન્યા વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતુ આ કાર્યક્રમમાં મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ ડે.મેયર દર્શીતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સ્માર્ટ ગર્લ્સ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અબતક સાથેની વાતચીત દરમિયાન મેયર બિનાબેન આચાર્યએ જણાવ્યું કે અત્યારે રાષ્ટ્રીય પર્વ ૧૫મી ઓગષ્ટના ભાગ‚પે અનેક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે સાથે સાથે સ્માર્ટ ગર્લ્સનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. દિકરીઓ માટે વર્કશોપનું આયોજન કર્યું છે.

000 આ વર્કશોપનો હેતુએ છેકે જયારે આપણા માનનીય વડાપ્રધાન બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત દરેક જગ્યાએ કાર્યક્રમ થતા હોય છે. તેમાં સ્માર્ટ ગર્લ્સનો સમાવેશ થાય છે.

આમાં દિકરીને પણ શિખવા મળે છે કે જીવનમાં મારે હવે કઈ રીતે ભણવાથી માંડીને સમાજમાં મોટા થઈને કઈ રીતે ઘડતર થાય તેને અંતર્ગત સ્માર્ટ ગર્લ્સ કાર્યક્રમનું અમે આયોજન કર્યું છે.

અબતક સાથેની વાતચીત દરમિયાન અંજનાબેન મોરજરીયાએ જણાવ્યું કે આજરોજ મહારાણી લક્ષ્મીબાઈ કન્યા વિદ્યાલય વોર્ડ નં.૭ ખાતે જયારે ૧૫મી ઓગષ્ટની ઉજવણી અંતર્ગત આજે સ્માર્ટ ગર્લ્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.0 2અત્યારે છોકરીઓ મમ્મી પપ્પા વચ્ચેનું અંતર વધતુ જાય છે. અને છોકરીઓને એવું લાગે છે કે અમે જ સમજી શકીએ છીએ.મમ્મી-પપ્પા અમને નથી સમજી શકતા.

કયારેક માતા-પિતાને એવું થતું હોય કે તેની છોકરી તેને નથી સમજી શકતી તો જે જનરેશન ગેપ છે. તે કઈ રીતે ઓછો કરવો અને અત્યારે ઈન્ટરનેટની દુનિયામાં છોકરીઓ વધારેને વધારે આગળ પડતી જાય છે. તો ઈન્ટરનેટનો કઈ રીતે સદઉપયોગ કરે તેના માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.