લોકોએ રાશનકાર્ડ પર વસ્તુ ખરીદવા બાયોમેટ્રિક વેરીફાય કરાવવા ઝાડ પર ચઢવું પડે છે!

ડીજીટલાઈજેશનના યુગમાં ‘સ્માર્ટ’ કનેકશન જોવા મળી રહ્યું છે !!! જી હા, ઈન્ટરનેટ કનેકશન મેળવવા અંતરિયાળ વિસ્તારના લોકો ઝાડ પર ચઢે છે. એટલું જ નહીં મજાની ઝાડ પર ચઢીને નેટવર્ક મેળવવા બિચારા લોકો કતારમાં ઉભા રહે છે.

વાત છે રાજસનના ઉદયપુર જિલ્લાના કોતરા ગામના લોકો ફિંગરપ્રિંટ પીઓએસ મશીનમાં અને બોયોમેટ્રિક વેરીફાય કરાવવા ઝાડ પર ચઢે છે. ઉદયપુરી ૧૨૫ દૂર કોતરા ગામના માટે આમ ઝાડ પર ચઢવું લગભગ રોજીંદી બાબત બની ગઈ છે.

સરકારે ડીજીટલાઈજેશન કરવા પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સીસ્ટમ દાખલ કરી છે. પરંતુ કોતરા જેવા અંતરીયાળ વિસ્તારમા રાશન ડીલરોએ તેમના પીએસઓ મશીન વાપરવા ઈન્ટરનેટ કનેકટીવીટીની જ‚ર પડે છે અને અહીં કનેકટીવીટી ન મળતા તેમણે ઝાડ પર ચઢીને નેટવર્ક મેળવવું પડે છે.

કોતરા ઉપરાંત રાજસનના મેરપુર, ચિબરવાડી, પીપલ, બેરન, ઉમરિયા, અમોલી સહિતના લોકોએ આ પ્રકારે સ્માર્ટ કનેકશન મેળવવું પડે છે.

બાયોમેટ્રિક વેરીફાય થાય તો જ રાશન મળે ગામના લોકોએ તેમના બાયોમેટ્રિક વેરીફાય કરાવવા ઝાડ પર ચઢવા કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે. કેમ કે બાયોમેટ્રિક વેરીફાય થાય તો જ તેમને રાશન મળે !!!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.