રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર: રાજકોટને બનાવશે સ્માર્ટ સિટી

રોડ નેટવર્ક, ૨૪ કલાક વોટર સપ્લાય, સિવરેજ સિસ્ટમ, રિસાયકલ્ડ વોટર સપ્લાય સિસ્ટમ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટીંગ, પાવર કેબલ્સ માટે યુટીલીટી ડ્રકટ્સ અને ડિસ્ટ્રીકટ કુલીંગ સિસ્ટમ સોના રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રકચરનું કાલે મુખ્યમંત્રી કરશે ખાતમુહૂર્ત

ભારત સરકારનાં શહેરી વિકાસ મંત્રાલય દ્વારા ૧૦૦ શહેરોને સ્માર્ટ સીટી તરીકે વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે. જેમા રાજકોટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સ્માર્ટ સીટી અતર્ગતનાં તમામ પ્રોજેક્ટનું ઝડપી તથા સરળ અમલીકરણ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા SPECIAL PERPOSE VEHICLE (SPV) તરીકે રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી.(RSCDL) ની રચના કરવામાં આવેલ છે,  તથા રાજકોટ સ્માર્ટ સીટી માસ્ટર પ્લાનને IGBC દ્વારા ગ્રીન સીટી સર્ટીફિકેશન પણ આપવામાં આવેલ છે. રૂા. ૫૪૮ કરોડના રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનો કાલે મુખ્યમંત્રીના હસ્તે ખાતમૂહુર્ત કરવામાં આવશે.

આ પ્રોજેક્ટ અંગે વિસ્તૃત માહિતી આપતા મેયર બિનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, રાજકોટ દ્વારા ગ્રીન ફીલ્ડ એરીયામાં સ્માર્ટ સીટી ડેવલપ કરવા માટે પ્રપોઝલ કરવામાં આવેલ જે અન્વયે રૈયા વિસ્તારમાં ટી.પી. સ્કીમ નં. ૩૨ તૈયાર કરવામાં આવી આ ટી.પી. સ્કીમનો વિસ્તાર ૯૩૦ એકર જેટલો છે. તેમજ આ વિસ્તારમાં સ્માર્ટ સીટી, અટલ લેઇક, મેનેજમેન્ટ કન્વેન્શન સેન્ટર, સ્પોર્ટ્સએરેના, ન્યુરેસકોર્ષ વગેરે પ્રોજેક્ટને સાકાર કરવામાં આવશે.

સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં મુખ્ય બે કંમ્પોનેન્ટ છે. એરીયાબેઇઝ્ડ ડેવલપમેન્ટ અંતર્ગત ૯૩૦ એકરમાં ફેલાયેલ ટી.પી. ૩૨નાં સ્માર્ટ સીટી વિસ્તારમાં રૂ. ૫૪૮ કરોડનાં ખર્ચે વિવિધ સુવિધાઓ જેમ કે રોડ નેટવર્ક, ૨૪ કલાક વોટર સપ્લાય, રીસાયકલ વોટર,ડીસ્ટ્રીક્ટ કુલીંગ સીસ્ટમ, ડ્રેનેજ,યુટીલીટીડક્ટ વગેરે સુવિધાઓ માટે રોબસ્ટ્ર ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કરવામાં આવનાર છે.

રોડ ડેવલપમેન્ટનાં ભાગરૂપે સ્માર્ટ સીટી રૈયા વિસ્તારમાં કુલ ૨૧કી.મી. રોડ, રૂ. ૧૯૬ કરોડનાં ખર્ચે ડેવલપ કરવાનું આયોજન છે. જેમા ૬૦ મીટર, ૪૫ મીટર, ૪૦ મીટર, ૩૬ મીટર, ૨૪ મીટર તથા ૧૮ મીટર પહોળાઇનાં આર.ઓ.ડબલ્યુ. નાં રોડનો સમાવેશ થયેલ છે.  ૬૦ મીટર પહોળાઇનાં અંદાજીત ૧.૬૨ કી.મી. રસ્તો BOULE-VARD રોડ તરીકે ડેવલપ કરવામાં આવશે.

સ્માર્ટ સીટી વિસ્તારમાં ૨૪ કલાક વોટર સપ્લાય કરવામાં આવશે. રૈયાધાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી ટ્રીટ થયેલ વોટર ૭૦૦ એમ.એમ. ડાયામીટરની પાઇપ લાઇન દ્વારા સ્માર્ટ સીટી વિસ્તારમાં રીઝરવોયર પર સગ્રહ થશે.  અંડર ગ્રાઉન્ડ સ્ટ્રોરેઝ રીઝરવોયર પર એક દિવસની સગ્રહશક્તિ રહેશે.

સ્માર્ટ સીટી વિસ્તારમાં ડ્રેનેજ કલેક્ટીવસીસ્ટમ તથા પમ્પિગ સ્ટેશન સાથેની સિવરેજસીસ્ટમ તૈયાર કરવામાં આવનાર છે. ૨ કી.મી. લંબાઇનાં સીવર કલેક્ટીવ સીસ્ટમનો આયોજન કરવામાં આવેલ છે. જેમા જુદા જુદા ડાયામીટરનાં આર.સી.સી. પાઇપ તથા આર.સી.સી. મેનહોલનો સમાવેશ કરવામાં આવેલ છે.  ૩૧. એમ. એલ.ડી. પમ્પિગ સ્ટેશનનું આયોજન  કરવામાં આવેલ છે, જે એકત્રીત કરવામાં આવેલ સીવરેજનજીકનાં એસ.ટી.પી. સુધી લઇ જશે. પમ્પિગ સ્ટેશન થી એસ.ટી.પી. સુધી સિવરેજ લઇ જવા માટે ૮૦૦ એમ.એમ.ડાયાની ૨.૫ કી.મી. લંબાઇની DI પાઇપલાઇનરાઇઝીંગમેઇનનું આયોજન કરવામાં આવેલ છે.

સ્માર્ટ સીટી વિસ્તારમાં હૈયાત એસ.ટી.પી.નાંટ્રીટેડ પાણીને ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સુધ્ધ કરી ભવિષ્યની વધારાની માંગને પહોચી વળવા સ્માર્ટ ૩૩ કી.મી. રીસાયકલ પાણીનાં નેટવર્કનું આયોજન કરવામાં આવેલ છે. આ સુધ્ધ થયેલ પાણીને રીસાયકલ પમ્પિગ સ્ટેશન ખાતે સગ્રહ કરી જરૂરીયાત મુજબનું પાણી ન્યુમેટીંક પમ્પિગ તથા સ્કાડા સીસ્ટમની મદદ થી રીસાયકલ નેટવર્કમાં વિતરણ કરવામાં આવશે.

સ્ટ્રોમ વોટર ડ્રેનેજ સીસ્ટમ: ઓપન ચેનલ અને આર.સી.સી. બોક્સ ડ્રેઇનનેટવર્કનાં સયોજન થી મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણીનાં નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નેટવર્કનું આયોજન કરવામાં આવેલ છે. હાઉસ હોલ્ડ પ્રોપર્ટીઝ અને રોડ પરનાં વરસાદી પાણી,સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નેટવર્ક દ્વારા એકત્રીત કરી વરસાદી પાણીને ત્રણેય તળાવોમાં પહોચાડવામાં આવશે જેથી ત્રણેય તળાવોમાં પુરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ થશે.  આ યોજના હેઠળ ૩.૯ કી.મી. ઓપન ચેનલ અને ૩૭ કી.મી. બોક્સ ડ્રેઇનનું બાંધકામ કરવામાં આવશે. જેનો અંદાજીત ખર્ચ રૂ. ૭૪ કરોડ થશે.

સ્ટીટલાઇટીંગ: સ્માર્ટ સીટી પ્રોજેક્ટ માટે શેરી લાઇટીંગ અને એલાઇડ સપોર્ટ સીસ્ટમને ધ્યાનમાં લેવામાં આવી છે જેમા  એલ.ઇ.ડી. લુમિનેર, સ્માર્ટસ્ટ્રીટ લાઇટ ડીઝાઇન, ગૃપ કંટ્રોલ અને મોનીટરીંગ, ડીમીંગ અને ટાઇમરની જોગવાઇ,  સેન્ટ્રલાઇઝ્ડ ડેટા મોનીટરીંગ અને કંટ્રોલ. આ યોજના હેઠળ ૩૫૫૫ સ્માર્ટ એલ.ઇ.ડી. સ્ટ્રીટ લાઇટ નેટવર્ક તૈયાર કરવામાં આવશે.

પાવર કેબલ્સ માટે યુટીલીટીડ્ક્ટ્સ:  પાવર કેબલ તથા ઓ.એફ.સી. કેબલ્સ નેટવર્ક મુકવા માટે સ્પેશીયલ આર.સી.સી. ડ્ક્ટ્સ બનાવવા અંગે આયોજન કરવામાં આવેલ છે.  આ યુટીલીટીડ્ક્ટમાં જુદા જુદા લેવલે ૧૬૪ કી.મી. લંબાઇની નાખવામાં આવશે. જેનો અંદાજીત ખર્ચ રૂ. ૧૦૨ કરોડ થશે.

ડીસ્ટ્રીક્ટ કુલીંગ સિસ્ટમ:  ડીસ્ટ્રીક્ટ કુલીંગ સિસ્ટમનો ક્ધસેપ્ટ સૌરાષ્ટ્રમાં પહેલીવાર અમલવારી કરવામાં આવનાર છે. ડી.સી.એસએક ઉર્જા બચાવતું એર ક્ધડીશનીંગ સીસ્ટમ છે, જે પરંપરાગત એરક્ધડીશનીંગ સીસ્ટમથી ૩૫ % જેટલી ઓછી ઉર્જાનો ઉપયોગ કરે છે, આ સિસ્ટમ અંતર્ગત એક સેન્ટ્રલ સ્ત્રોત થી ઠંડુ પાણી (Chilled Water) ભુગર્ભ પાઇપનાં માધ્યમથી બિલ્ડીંગ્સને પહોંચાડવામાં આવે છે.

સ્માર્ટ સીટી વિસ્તારમાં આવેલ રાજકોટ મહાનગરાપાલિકાનાં બિલ્ડીંગ, સરકારી ઇમારતો, રહેણાક વિસ્તાર,વ્યવસાયિક વિસ્તારો વિગેરેમાં ડી,સી.એસ. એર ક્ધડીશનીંગ સીસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે.

રાજકોટ સ્માર્ટ સીટીનેલેન્ડ પાર્સલ ડેવલપર દ્વારા ન્યુનતમ તથા મહતમએ.સી. ડીમાન્ડ જણાવવામાં આવશે, જે મુજબ રાજકોટ સ્માર્ટ સીટી ઓથોરીટી એર કંડીશનીંગ માટે ચીલ્ડ વોટરની વ્યવસ્થા કરી આપશે. મહિનાનાં યુસેઝ પરલેન્ડ પાર્સલ ડેવલપર દ્વારા નિયત ચાર્જ ઓથોરીટીને ચુકવવાનો રહેશે.

આ યોજના હેઠળ ૯૦૦ મી.મી. થી ૧૫૦ મી.મી. ડાયા સુધીની ૩૧ કી.મી. લંબાઇની ડીસ્ટ્રીક્ટ કુલીંગ પાઇપ લાઇન નાખવામાં આવશે. જેનો અંદાજીત ખર્ચ રૂ. ૨૮ કરોડ થશે. આમ ખરા અર્થમાં રાજકોટ સ્માર્ટ સીટી હવે ગ્રીન સીટી ક્ધસેપ્ટ પર વિકાસ પામશે અને દેશનાં અન્ય શહેરો માટે રોલ મોડલ બનશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.