-
રાજકોટ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની સ્માર્ટ સિટી સમિટ સંપન્ન
-
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના હસ્તે વિવિધ વિકાસકામોના લોકાર્પણ
રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ ખાતે રાષ્ટ્રીય કક્ષાની સ્માર્ટ સિટી સમિટનો શુભારંભ કરાવ્યો હતો, અને રાજકોટને સ્માર્ટ સિટી બનવાની દિશા તરફ અગ્રેસર બનવા તરફ મહત્વનું પ્રયાણ કરાવ્યું હતું.
સ્માર્ટ સિટી યોજનાઓ વધતા જતા શહેરી કરણનો પડકાર ઝીલવા માટે કાર્યાન્વિત કરાઇ છે, એવો સ્પષ્ટ અભિપ્રાય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉચ્ચાર્યો હતો. જયાં માનવી ત્યાં સુવિધા તથા વ્યાને બદલે વ્યવસના સૂત્રને વરેલી રાજયસરકારની સ્માર્ટ સિટી અંગેની કાર્યવ્યવસનો રૂપાણીએ વ્યવસ્તિ ચિતાર પેશ કર્યો હતો.
સ્માર્ટ યુગમાં ઉચ્ચ કક્ષાની આંતરમાળખાકીય સુવિધાઓજ પૂરતી નથી, પરંતુ સાથો-સાથ શહેરોનો હેપ્પીનેસ ઇન્ડેકસ પણ વધવો જોઇએ, એવો સુર પણ મુખ્યમંત્રી રૂપાણીએ વ્યકત કર્યો હતો. અને આ ભગીર કાર્યમાં શહેરીજનોના પૂર્ણ સહકારની અપેક્ષા સેવી હતી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજયમાં શહેરોની ટકાવારી ૪૫ ટકાને પાર કરી ગઇ હોવાનો ઉલ્લેખ કરતાં ઉમેર્યું હતું કે, નવા નિર્માણ પામનારા શહેરો અને નગરોના વિકાસી જ રાજયનો અગ્રિમ કક્ષાનો વિકાસ હાંસલ કરી શકાશે.
જૂનું જાળવવાની સો નવું વિકસાવવાની નીતિ જ શ્રેષ્ઠ છે, એ વાત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સદ્રષ્ટાંત સમજાવી હતી. અને શહેરોમાં ધસી આવતા નાગરિકોને શ્રેષ્ઠતમ સુવિધા પુરી પાડવાનું વચન આપ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઇએ આંતરમાળખાકીય સુવિધાનું ટેકનોલોજી સો સંધાન કરવાની વાત પર ભાર મુકી પારદર્શિતા અને પરિપૂર્ણતાથી તમામ વહીવટી બાબતો સત્વરે ઓનલાઇન બનાવવા અને આ વ્યવસનો લાભ આમ નાગરિકો સુધી પહોંચાડવાની કટિબધ્ધતા દોહરાવી હતી.
માત્ર બે દિવસમાં પાસપોર્ટ ઇશ્યુ કરવાની, ગમે ત્યાંકચરો ફેંકનારને એ જ દિવસે દંડનું ચલણ મળવાની, રૈયા ટી.પી.સ્કીમમાંથી મળનારા રૂ. ૨૦૦૦ કરોડ શહેરના વિકાસમાં વાપરવાની બાબતો મુખ્યમંત્રીએ હકારાત્મક રીતે તેમના વક્તવ્યમાં વણી લીધી હતી.
તા સમગ્ર વ્યવસ ટેકનોલોજી આધારિત બનાવવાની ખાત્રી ઉચ્ચારી હતી. આજના કાર્યક્રમમાં મુખ્યમંત્રી રૂપાણીએ સ્માર્ટ સિટી વેબસાઇટ લોંચ કરી હતી. આજી વોટર ફિલ્ટર પ્લાન્ટ પર ૧૪૫ કિલો વોટની સોલાર સીસ્ટમનો પણ વિજયભાઇએ શુભારંભ કરાવ્યો હતો. રૈયા સ્માર્ટ સિટી અંગેના માસ્ટર પ્લાનનો આરંભ કરાવ્યા બાદ મુખ્યમંત્રી રૂપાણીએ થઇ ગર્વમેન્ટ મેગેઝીનનું પણ વિમોચન કર્યુ હતું. સ્માર્ટ સિટી અંગેની ડોકયુમેન્ટ્રી પણ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ રસપૂર્વક નિહાળી હતી.
આ કાર્યક્રમમાં મોહનભાઇ કુંડારિયા,ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી તથા લાખાભાઇ સાગઠિયા,સ્ટેન્ડીંગ કમિટીના અધ્યક્ષ ઉદયભાઇ કાનગડ,ડે.મેયર અશ્વિનભાઇ મોલીયા,શહેર ભાજપ અધ્યક્ષ કમલેશભાઇ મીરાણી,અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, ઇ-લેટસના ચેરમેન ડો. રવિ ગુપ્તા,કલેકટરશ્રી ડો. રાહુલ ગુપ્તા,ડે.મ્યુની કમિશ્નર ચેતન નંદાણી, તથા ચેતન ગણાત્રા,કોર્પોરેટરો, સ્થાનિક રહીશો વગેરે ઉપસ્થિતિ રહયા હતા.