રાજકોટ રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લી. દ્વારા ભારત સરકારશ્રીના સ્માર્ટ સિટી મિશન અંતર્ગત PAN સિટી સ્માર્ટ સોલ્યુશન અંતર્ગત ICT બેઝડ પ્રોજેકટ Master System Integrator for Implementation of Smart Solution for Rajkot City નીચે મુજબના પ્રવર્તમાન અને ભવિષ્યમાં આવનાર પ્રોબ્લેમ્સનું અત્યાધુનિક સોલ્યુશન કરવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે તેમ મેયર બિનાબેન આચાર્ય અને મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.રાજકોટ સ્માર્ટ સિટી ડેવેલપમેંન્ટ લિ. દ્વારા Master System integrator for Implementation of Smart Solutions for Rajkot Cityનું ટેન્ડર અંદાજીત ખર્ચ રૂ.૯૧ કરોડનું તા.૦૯/૦૮ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. જે અન્વયે આજે એજન્સીઓ, હનિવેલ ઓટોમેશન ઇન્ડીયા લી. અને ભારત સંચાર નિગમ લી. તરફી ટેન્ડર પ્રક્રિયાનાં ભાગરૂપે પ્રુફ ઓફ કન્સેપ્ટમા Proof of Concept (POC)પ્રેઝન્ટેશન મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેરના પોલિસ કમિશ્નર મનોજ અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાની તેમજ જોઇન્ટ પોલીસ કમિશનર એસ. એન. ખત્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ છે.આ તકે જ્યુરી મેમ્બર્સમાં ગુજરાત ઇન્ફો પેટ્રો લિ.નાં બીરેન ભાવસાર, ઈ-ગવર્નન્સ ડીસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ મેનેજર દુષ્યંતસિંહ જાડેજા અને ગવર્નમેન્ટ એન્જી. કોલેજના હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ ચિરાગ ઠાકર ઉપસ્થીત રહયા હતાં.
Trending
- Oneplus 13 અને 13r ભારતમાં થયો લોન્ચ…
- PM Modi Podcast: “મારા જીવનની સૌથી દુઃખદ ક્ષણ એ હતી જ્યારે” પીએમ મોદીએ ખોલ્યું રહસ્ય
- મકરસંક્રાંતિના તહેવારમાં ચીકી જીંજરા અને શેરડીનું ધુમ વેંચાણ
- ભારતમાં Xiaomi Pad 7ની જોરદાર એન્ટ્રી…
- જો તમને પણ બીજા કરતા વધુ ઠંડી લાગે છે? તો શરીરમાં આ વિટામિનની કમી હોઈ શકે
- વાવડીમાં સ્ક્રેપના કારખાનામાં આગ ભભુકતા ત્રણ કામદારો ગંભીર રીતે દાઝ્યા
- રાજકોટ કૉર્પોરેશન મોરબી અને ગાંધીધામના મેન્ટર તરીકે કામ કરશે
- ALERT! ભૂલથી પણ આ મેસેજ પર વિશ્વાસ ન કરો, નહીં તો છેતરાઈ જશો!