રાજકોટની પસંદગી સ્માર્ટ સિટીમાં થઇ જાય તે માટે આ વખતે ફૂલપ્રુફ પ્રેઝન્ટેશન રજૂ કરાશે: તડામાર તૈયારી
કેન્દ્ર સરકાર દ્વારા દેશના ૧૦૦ શહેરોની સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં રાજકોટ મહાનગરપાલિકાની પણ પસંદગી કરવામાં આવી છે. બે તબક્કામાં કેન્દ્ર સરકાર દ્વારા જે શહેરોની સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે તેમાં રાજકોટના નામની જાહેરાત કરાઇ નથી. સ્માર્ટ સિટી માટે રાજકોટ દ્વારા આગામી રપમી માર્ચના રોજ ફરી એકવાર કેન્દ્ર સરકાર સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવશે. આ અંતિમ તક હોય, મહાપાલિકા દ્વારા ફૂલપ્રુફ પ્રેઝન્ટેશન રજૂ કરવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
કેન્દ્ર સરકાર દ્વારા જે ૧૦૦ શહેરોને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવા નિર્ણ્ય લેવામાં આવ્યો છે તેમાં ગુજરાતના છ શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બે તબક્કે જે શહેરોના નામની જાહેરાત કરાઇ છે તેમાં વડોદરા, સુરત અને ગાંધીનગરના નામની જાહેરાત કરાઇ છે. ત્રીજા તબક્કા માટે હાલ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગ‚પે આગામી રપમી માર્ચના રોજ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા સ્માર્ટ સિટીની પ્રપોઝલ કેન્દ્ર સરકારના શહેરી વિકાસ મંત્રાલય સમક્ષ રજૂ કરવામાં આવશે. આ અંતિમ તક હોવાનું માની મહાપાલિકા દ્વારા અલગ-અલગ પ્રોજેક્ટનો સમાવેશ કરી ફૂલપ્રુફ પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.હાલ સ્માર્ટ સિટીની પ્રપોઝલને આખરી ઓપ આપવા માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્દવારા જે શહેરોનો સ્માર્ટ સિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે તેને દર વર્ષે ૧૦૦ કરોડ ‚પિયાની ગ્રાન્ટ કેન્દ્ર સરકાર અને ૧૦૦ કરોડની ગ્રાન્ટ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. જેના થકી શહેરમાં વિકાસના અલગ-અલગ કામો હાથ ધરાશે.