ભારત સરકારે સ્માર્ટ સીટી અંતર્ગત 100 શહેરની પસંદગી કરી હતી
સુરત મહાગનરપાલિકાની કામગીરી ચોથા ક્રમે આવી
ભારત સરકારના મિનીસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ અંતર્ગત સુરતને સ્માર્ટ સીટી માટે સીટી એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે.
25 જૂન 2015ના રોજ સ્માર્ટ સીટી મિશન યોજના અંતર્ગત સુરત મહાગનરપાલિકાની કામગીરીના કારણે વધુ એક એવોર્ડ મળ્યો છે. ભારત સરકારે સ્માર્ટ સીટી અંતર્ગત 100 શહેરની પસંદગી કરી હતી. જેમાં સુરતની કામગીરી ચોથા ક્રમે આવી છે.
25 જૂન સ્માર્ટ સીટી મિશન હેઠળ ત્રીજા વર્ષમાં સુરત મ્યુનિ.ના ત્રણ વર્ષમાં 172 કરોડ રૂપિયાના 17 પ્રોજેક્ટની કામગીરી પુરી કરવામાં આવી હતી. 2005 કરોડના 26 પ્રોજેકટ માટેની કામગીરી સુરત શહેરમાં થઈ રહી છે.
આ કામગીરી માટે સતત સમીક્ષા કરવામાં આવી રહી છે. તેમાં ૧૦૦ શહેરોમાં સુરતની કામગીરી વધુ સારી જોવા મળી રહી છે.
સ્માર્ટ સીટી અંતર્ગત ઝડપી કામગીરી માટે રાષ્ટ્રીય કક્ષના ઈન્ડિયા સ્માર્ટ સીટી એવોર્ડ અંગે સુરતની પસંદગી કરવામાં આવી છે. જેમાં લખનૌ ખાતે યજાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો છે.