૧૦૦ સ્માર્ટ સિટીના પ્રતિનિધિઓ વચ્ચે થશે પરામર્શ: પત્રકાર પરિષદમાં માહિતી આપતા મેયર બીનાબેન આચાર્ય, અને મ્યુનિ. કમિશનર બંછાનીધી પાની
રાજકોટ મહાનગરપાલીકા દ્વારા આગામી રવિવારે સવારે ૮ કલાકે શ્રી અટલ બિહારી વાજપેયી ઓડિયોરીયમ, પેડક રોડ ખાતે રાષ્ટ્રીય કક્ષાની સ્માર્ટ સિટીઝ સમિટનું આયોજન કરવામાં આવનાર છે.
જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહેશે. ભારત સરકારના સ્માર્ટ સીટી મિશનમાં પસંદગી પામેલા તમામ ૧૦૦ શહેરોનાં પ્રતિનિધિઓ સ્માર્ટ સીટી સંબંધીત અલગ અલગ વિષયો પર પરામર્શ કરશે તેમ પત્રકાર પરિષદમાં મેયર બીનાબેન આચાર્ય, મ્યુનિ. કમિશ્નર બંછાનીધી પાની, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીએ જણાવ્યુંં હતુ.
મેયર બીનાબેન આચાર્યએ વધુમાં ઉમેર્યું હતુ કે, સ્માર્ટ સીટી માટે કુલ મળીને ૨૬૨૩ કરોડનું ફંડ ફકત રાજકોટ માટે મંજૂર કર્યું છે. એક આઈ.વે ફેઈઝની ૪૭ કરોડની કામગીરી પૂર્ણ થઈ અને બીજા એટલે કે આઈ વે ફેઈઝ ૨ની ૨૨ કરોડના ખર્ચની કામગીરી ચાલુ છે. અટલ સરોવર યોજના ચાલુ છે. અન્ય પ્રોજેકટ હેઠળ ૮૮ કરોડના ટેન્ડરની કામગીરી ચાલુ છે. તેનાસિવાય પણ માસ્ટર પ્લાન ડેવલપમેન્ટ જેવા મહત્વાકાંક્ષી પ્રોજેકટ અને ૨૪ બાય ૭ વોટર સપ્લાય જેવા મહત્વના કામો પણ ચાલુ છે. સ્પોર્ટસ માટેનો આખો જુદો વિસ્તાર અને કમાન્ડ એન્ડ કંટ્રોલ જેવી ઘણી સવલતો રાજકોટને મળશે.
આ સમીટમાં આપણા વિજય ‚પાણીના હસ્તે સ્માર્ટ સીટી વેબસાઈટ, સ્માર્ટ સીટી રાજકોટનો એરિયા બેઝડ પ્લાન, આજી ડેમ વોટર વર્કસ પંપીંગ સ્ટેશન પાસેનો સોલાર પ્લાન્ટ, ઈલેટસ કંપનીનું થઈ ગર્વનન્સ મેગેઝીનનું લોન્ચીંગ કરવામાં આવશે.
દેશના તજજ્ઞો, અધિકારીઓ, સ્માર્ટ સીટીના પ્રતિનિધિઓ પંદર જુલાઈની સમીટમાં હાજર હશે. આ સમીટ રાજકોટના આંગણે યોજાઈ રહી છે.તેનો આનંદ છે. પણ મહત્વની વાત એ છેકે આખા દેશના નિષ્ણાંતોના વિચારોનું આદાનપ્રદાન થશે.
નરેન્દ્ર મોદીના સ્માર્ટ સીટી મિશન હેઠળ ૧૦૦ સ્માર્ટ સીટી સંબંધીત બ્રેઈનસ્ટોમીંગ મુખ્યમંત્રીની હાજરીમાં થશે. તે સમીટ પછી વધુ વિગતો બહાર આવશે. પણ એટલું ચોકકસ છે કે ડીજીટલ ઈન્ડિયા તરફ આ એક મહત્વનું પગલુ હશે જેનું રાજકોટ સાક્ષી બનવા જઈ રહ્યું છે.
મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાનીએ જણાવ્યું હ તુ કે, આ સમિટમાં ટ્રિનિટી ઓફ આઈ.ઓટી, બિલ્ડીંમોર રિસ્પોન્સિવ સિટીઝ અક્રોસ ઈન્ડીયા એન્ડ ફંડિવ, થ્રુ ચેલેન્જીસ, ટ્રાફીક એન્ડ ટ્રાન્સપોર્ટ, ઈનોવેશન એન્ડ બેસ્ટ પ્રેકિટશ ઈન ઈફેકટીવ વેસ્ટ મેનેજમેન્ટ ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ મૂદાઓ પર ચર્ચા કરવામાં આવશે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે થનાર લોન્ચિંગ
(૧) સ્માર્ટ સિટી વેબસાઈટ
(૨) સ્માર્ટ સિટી રાજકોટનો એરિયા બેઈઝડ પ્લાન
(૩) આજી ડેમ વોટર વર્કસ પંપીંગ સ્ટેશન ખાતે સ્થાપિત કરાયેલ ૧૪૫ કે.વી. ક્ષમતાનો સોલાર પ્લાન્ટ
(૪) ‘ઈલેટસ’ કંપની દ્વારા પ્રસિધ્ધ થનાર ઈ-ગવર્નન્સ મેગેઝિન