મોબાઈલ એપની મદદથી બાઇકની થશે ગતિવિધિ: ચાવી ખોવાય તો પણ ચિંતા નહિ રહે
અબતક-રાજકોટ
વિદ્યાર્થીઓ માટે ચાલતા ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં છાત્રોએ પોતાનામાં રહેલી ક્ષમતાને દર્શાવી નવા નવા સંશોધન પ્રદર્શિત કરી રહ્યા છે. તેમાં ભાવનગર જિલ્લાની ગણેશ શાળા, ટીમાણાની વિભાગ નંબર ૪(પરિવહન)માં વૈજ્ઞાનિકો ધાંધલ્યા ધ્રુવીબેન પરેશભાઈ અને જાની બીનાબેન અશ્વિનભાઈની કૃતિ ઝળકી હતી. જેમાં તેમણે વાઇફાઈ બાઇક રજૂ કરી હતી.
આ સ્માર્ટ વાઇ-ફાઈ બાઇક બનાવવા માટે બંને વિદ્યાર્થીનીઓએ વાઇ-ફાઈ બોર્ડ, રિલે, કનેક્ટ વાયર અને મોબાઈલનો ઉપયોગ કરી બાઇકના અલગ અલગ ભાગો જેવા કે હોર્ન, સેલ્ફ સ્ટાર્ટ, ઈંડિકેટર્સ, હેડ લાઇટ અને ચાવીના હૉલનું જોડાણ ઇલેક્ટ્રિક ચાવીઓ સાથે કરવામાં આવે છે. બધી સ્વીચોનું જોડાણ વાઇ ફાઈ બોર્ડ સાથે કરીને વાઇ-ફાઈ બોર્ડનું જોડાણ મોબાઈલના હોટસ્પોટ અથવા પોર્ટેબલ રાઉટર સાથે કરવામાં આવે છે. જેના દ્વારા એપની મદદથી જ બાઇકની ગતિવિધિ પર કામ કરી શકાય છે.
મોબાઈલ એપ્લિકેશનની મદદથી બાઇકને ચાલુ-બંધ તેમજ અલગ અલગ કાર્ય થઈ શકે છે. બાઇકને પોતાનું પોર્ટેબલ હોટસ્પોટ હોવાને કારણે કોઈ પણ સ્થળેથી નિયંત્રિત થઈ શકે છે. કારણ કે તે ઇન્ટરનેટથી જોડાયેલ હોય છે. બાઇકની ચાવી ભુલાઈ જાય કે ખોવાઈ જાય તો પણ મોબાઈલ એપ્લિકેશનથી શરૂ-બંધ કરી શકાય છે.
માઇક્રોસોફ્ટ ટીમ્સના માધ્યમથી એસ.વી.એસ. કક્ષાનું વર્ચ્યુઅલ ગણિત – વિજ્ઞાન –પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૧-૨૨નું આયોજન ૪ (પરિવહન)ની કૃતિ સ્માર્ટ વાઈ ફાઈ બાઇક તાલુકામાં પ્રથમ નંબરે પસંદગી પામી છે. જેના બાળ વૈજ્ઞાનિકો ધાંધલ્યા ધ્રુવીબેન પરેશભાઈ અને જાની બીનાબેન અશ્વિનભાઈ હતાં.