જયારે તમારે પેપરમાં છિદ્ર કરવું હોય છે, ત્યારે તમે ‘હોલ પંચિંગ મશીન’ નો ઉપયોગ કરો છો. શાળા, ઑફિસ, કોલેજો વગેરે માં પણ આ નાનું સાધન મોટા કામ કરે છે.
માનવામાં આવે છે કે હોલ પંચની પ્રથમ પેટન્ટ 14 નવેમ્બર 1886 માં ફ્રેડરિક સોકેન દ્વારા ફાઇલ કરી હતી. ફ્રેડરિક એક જર્મન ઓફિસ સપ્લાયર હતા, જેને 1875 માં પોતાની કંપની એફ. સોનેકેન વર્લેગ શરૂ કરી હતી.
હોલ પંચની શોધ સાથે સોનેકેનએ ફ્રેશ પંચ શીટને સ્ટોર કરવા માટે રિંગ બાઈન્ડરની સોધ પણ કરી હતી. આ શોધ થય તેને આટલા વર્ષો વીતી ગયા, પરંતુ આજે સુધી તેની ડિઝાઇનમાં કોઈ ફેરફાર થયો નથી.
આ મશીન લિવર અને સ્ટ્રિંગ સિસ્ટમ્સની મદદથી પંચ કરે છે, જેનાથી એક સાથે અસંખ્ય શીટ સરળતાથી પંચ થાય છે. હાલમાં ડબલ હોલ પંચ મશીનનો પણ ઘણો ઉપયોગ થાય છે, તો પણ સિંગલ હોલ પંચ આજે પણ પ્રચલિત છે. તેની ડિઝાઇનને મોટી રૂપરેખા આપી હજારો શીટ્સ એક સાથે પંચ કરવાનું કામ પ્રિન્ટિંગ ઉદ્યોગ માં થાય છે.