૨૦૧૧ થી ૨૦૧૫ દરમિયાનની જૂની ફાઈલો ખોલવાની છૂટ
ઈન્કમ ટેકસ વિભાગને જૂના કેસો ‘વીંખવાની’ છૂટ મળતા નાના કરદાતાઓ બિચારા મુશ્કેલીમાં મુકાઈ ગયા છે કેમ કે, દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે આ બારામાં આવકવેરા વિભાગને છુટ આપી દેતો આદેશ કરી દીધો છે. હવે આવકવેરા વિભાગના અધિકારીઓ નાના-મોટા કરદાતાની ગમે તેટલી ‘દોસીયર’ એટલે કે ફાઈલ ‘વીંખીને’ ગડા મૂડદા ઉખાડી શકશે. જોકે- કરદાતાઓને નાહકની મુશ્કેલી ન થાય તે માટે તેમના હિતોનું પણ ધ્યાન સુપ્રીમ કોર્ટે રાખ્યું છે.
સુપ્રીમ કોર્ટે આગળ જણાવ્યું છે કે લઈને ડીસેમ્બર-૨૦૧૫ સુધી જ જૂની ફાઈલો આવકવેરા વિભાગ ફરીથી ખોલી શકશે. આમ, સુપ્રીમ અદાલતે મુદત બાંધીને એક રીતે અધિકારીઓને હદની બહાર જતા રોકી લીધા છે. જોકે, આવકવેરાના નિષ્ણાંતો એવો સવાલ ઉઠાવે છે કે ૨૦૧૧ થી ૨૦૧૫ દરમિયાનની જૂની ફાઈલો વીંખીને આવકવેરા વિભાગ શું કરદાતાને નોટિસ ફટકારશે ? પરંતુ શું નવી દિલ્હીથી નાણા મંત્રાલય આવકવેરા વિભાગના સરકારી બાબુઓને બાંધી રાખી શકશે ? શું તેમને નાના લાખો કરદાતાઓ સાથે વ્યવહારિક રીતે જ વર્તવા સૂચના આપશે ? સવાલો ઘણા છે. જોકે સુપ્રીમનો આદેશ છે એટલે કાર્યવાહી તો થશે જ.