ધારાસભ્ય ઉદય કાનગડની ઉપસ્થિતિમાં સુક્ધયા સમૃધ્ધિ યોજનાની પાસબુકનું કરાયું વિતરણ
વિધાનસભા-68, રાજકોટ (પૂર્વ) ના જનસેવા કાર્યાલય ખાતે ધારાસભ્ય ઉદય કાનગડ ધ્વારા કેન્દ્ર ને ભાજપ સરકારની વિવિધ લોકહીતકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સતત કાર્યરત છે ત્યારે વિધાનસભા-68ના જનસેવા કાર્યાલય ખાતે ધારાસભ્ય ઉદય કાનગડ ધ્વારા સુક્ધયા સમૃધ્ધિ યોજનાની પોસ્ટ પાસબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કેમ્પમાં બહોળી સંખ્યામાં લાભાર્થીઓ દિકરીઓએ સુક્ધયા સમૃધ્ધિ યોજનાનો લાભ લીધો હતો.
આ તકે સુક્ધયા સમૃધ્ધિ યોજનાની પોસ્ટ પાસબુકનું વિતરણ કાર્યક્રમમાં ધારાસભ્ય ઉદય કાનગડ, પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભભાઈ દુધાત્રા, પૂર્વ ડેપ્યુટી મેયર અશ્ર્વીન મોલીયા, પૂર્વ કોર્પોરેટર અનીલ રાઠોડ તેમજ મનસુખભાઈ મીસ્ત્રી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.
આ તકે વધુ માહિતી આપતા ઉદય કાનગડએ જણાવેલ કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સરકાર ધ્વારા અને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજયની ભાજપ સરકાર ધ્વારા મહિલાઓ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુક્વામાં આવેલી છે, જેમાં સુક્ધયા સમૃધ્ધિ યોજના એ નાની દિકરીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને કાર્યરત કરવામાં આવેલી છે ત્યારે દીકરી પ્રકાશમય દીવડા જેવી હોય છે આ નાની બચત યોજના માત્ર નાની દીકરીઓ માટે જ છે. જેમાં દીકરી ર1 વર્ષની થાય પછી આ યોજનાનો લાભ મળે છે. દીકરીના શિક્ષણ તથા લગ્નના ખર્ચ માટે આ યોજનાનો લાભ મળે તેવો આ યોજનાનો ઉદેશ છે.
સુક્ધયા સમૃધ્ધિ યોજના અંતર્ગત દીકરીઓના ભાવિને સુરક્ષીત કરવાનું ભરોસાની ભાજપ સરકારનું પગલુ અતિ પ્રશંસનિય છે. સુક્ધયા સમૃધ્ધિ યોજના અંતર્ગત ગુજરાતમાં 14.41 લાખથી વધુ દીકરીઓના ખાતા ખોલવામાં આવ્યા છે, જેનાથી ગરીબ પરીવારો, નીચલા મધ્યમ વર્ગના પરીવારોને લાંબા ગાળે ફાયદો થશે.આ યોજનામાં ચક્રવૃધ્ધિ ધોરણે વ્યાજની ચૂક્વણી કરવામાં આવે છે, તેને લીધે મેચ્યોરીટી વખતે મળતાં નાણામાં પણ વધારો થાય છે.