મનુષ્ય એક સામાજીક પ્રાણી છે, પૃથ્વી પર વસતાં દરેક સજીવમાં એક માત્ર માનવીને બુઘ્ધિ આપી છે, જેના લીધે તેને વિકાસ કરીને આજે દુનિયાને નાની બનાવી દીધી છે. આપણું માનવ શરીર એક કુદરતની અદભૂત રચના છે. તેના બંધારણમાં કુલ છ સ્તરોમાં રસાયણ, કોર્ષ, પેશી, અવયવ,, અવયવ તંત્ર અને સજીવ સ્તર જેવું માળખું છે. કુદરતની અફાટ આ શરીર રચનામાં નીચેના સ્તરથી ઉપરનાં સ્તર તરફ જતાં તેની જટિલતા વધે છે. મગજ, આંખ, કાન, નાક, મોઢુ, ફેફસા, હ્રદય જેવા વિવિધ અંગો અતિ મહત્વના ગણી શકાય છે.
માનવ શરીરનાં બંધારણ, માળખાની જટિલ રચના છ હજાર ભાગોમાં વિભાજીત: નીચેના સ્તરથી ઉપરનાં સ્તર તરફ જતાં તેની જટિલતા વધે છે: રસાયણ, કોષ, પેશી, અવયવ, અવયવ તંત્ર, સજીવ સ્તરનું બંધારણ એટલે આપણું શરીર
મગજના કોષોને બાદ કરતાં માનવ શરીરમાં જુદા જુદા 200 પ્રકારના કોષોની સંખ્યા પ0 અબજ જેટલી હોય છે, આ બધા કોષોને એક લાઇનમાં ઉભા રાખીએ તો એક હજાર કિલોમીટર લાંબી લાઇન બને, ઘણા ખરા કોષોનો વ્યાસ 0.02 મીલીમીટરથી વધુ નથી હોતો માનવ શરીરનું સંચાલન કરતું સી.પી.યુ. મગજ છે.
આપણાં શરીરનું વિજ્ઞાન આપણે જાણતાં જ નથી, દરેક માનવીએ ઇશ્ર્વરે આપેલ અદભુત શરીર રચનાની વિગતો જાણીને સંતાનોને જણાવી જોઇએ, દરેક વ્યકિતએ પોતાની શરીર સંભાળ જાતે જ લેવી પડે છે, શરીરના કેટલીક અદભૂત વાતો જોઇએ તો આપણાં લોહીના લાલ કણો માત્ર ર0 સેક્ધડમાં આખા શરીરનું વહન કરી લે છે. આપણું નાનું આંતરડું પણ અધધધ… રર ફુટની લંબાઇ ધરાવે છે. આપણાં શરીરનું સૌથી શકિતશાળી અંગ મગજ છે, જે સૌથી વધુ શકિત વાપરે છે. રાત્રે બધા અંગો આરામ કરે પણ મગજ તો ચાલતું જ જોવા મળે છે.
સૌથી ચોકાવનારી વાત એ છે કે આપણાં હાથના અંગુઠાના સંચાલન માટે મગજનું અલગ તંત્ર કામ કરે છે. આપણાં શરીરનું કુલ વજનના 14 ટકા વજન તો હાડકાનું છે. માણસનું હ્રદય લોહીનો 30 ફુટ દૂર ફેંકી શકે તેટલું દબાણ કરવાની ક્ષમતાવાળુ હોય છે. આપણાં શરીરનો વજન પૈકી 14 ટકા તો આપણી ચામડી રોકે છે. આપણી હોજરીની અંદરનું આવરણ દર 1પ દિવસે નવું બનતું હોય છે. તમે કોઇપણ શબ્દ બોલો કે કોઇ સાથે વાતચિત કરો ત્યારે તમારા 72 સ્નાયુઓનો ઉપયોગ જોવા મળે છે.
આધુનિક વિજ્ઞાન ગમે તેટલું આગળ વધે, કે શોધ થાય પણ, માનવ શરીર જેવી કોમ્પલેકસ રચના જેવું કયારેય ન બની શકે, શરીરને જીવંત રાખવા તથા કાર્ય માટેની ઉર્જાપ્રદાન કરવા શરીરના કેટલાય અવયવો દિવસ-રાત નોન સ્ટોપ કાર્ય કરતાં જ રહે છે. એક વાત જોઇએ તો ફેફસા, હ્રદય, મગજ અને લોહી તો આપણે જન્મ ધારણ કરીએ ત્યારથી કાર્ય શરુ કરી છે. શરીરનું કોઇપણ એક અંગ કામ કરવાનું બંધ કરે તો આપણે હોસ્પિટલ પહોચવું જ પડે છે. ઉમર વધવાથી શરીરનાં અંગોમાં પણ ફેરફાર જોવા મળે છે, શરીરનાં કેટલાય અંગો તો જેમ જેમ મોટા થાય તેમ તેમ તે સાવ બદલાવ જાય છે. દર દશ વર્ષે આપણાં શરીરનું હાડપિંજર બદલાય જાય છે. એક માત્ર હ્રદયના ધબકારાને નિયંત્રિત કરનારા પેસ મેકર સેલ આજીવન આપણી સાથે તેની ભૂમિ સ્થિતિમાં રહે છે, તે કયારેય બદલાતાં નથી આપણાં શરીરનું સામાન્ય તાપમાન 37 ડિગ્રી સેલ્સીયસ હોય છે, જો ,ચાર ડિગ્રી વધી જાય તો ચકકર આવે કે માણસ બેભાન થઇ જાય છે, અને જો સાત ડિગ્રી વધી જાય તો મૃત્યુ નકકી જ ગણી લેવાનું વાતાવરણમાં તાપમાન વધે કે ઘટે, ઠંડી કે ઝીરો ડિગ્રી થઇ જાય, પણ આપણું શરીર તેનું નિયત તાપમાન જાળવી રાખે છે. વધુ ગરીમાં પરસેવા એટલે જ વળે છે, જે ગરમીને શોષી લે છે. શરીરનાં લોહીનું કામ દરેક અંગ સુધી ઉર્જારુપી ઓકિસજન અને ગ્લુકોઝ પહોચાડવાનું છે. સંપૂર્ણ બ્રહ્માંડમાં સૌથી જટિલ રચના જો કોઇ હોય તો તે આપણું મગજ છે. મગજની અંદર આવેલ ન્યુરોન (મજજાતંતુ) ની સંખ્યા 100 બિલિયન જેટલી જોવા મળે છે, જે દુનિયાની કુલ વસ્તીના 1પ ગણું જેટલું ગણી શકાય છે.
બાળક જયારે માતાના ગર્ભમાં હોય ત્યારે ત્રીજા અઠવાડીયા પછી આકાર લેતું હોય છે. દર સેક્ધડે આઠ હજાર જેટલા મગજનો કોષોનું નિર્માણ જન્મ પહેલા જ થાય છે. ઘણીવાર આપણને પ્રશ્ર્ન થાય કે આપણું શરીર કેવી રીતે કામ કરતું હોય છે. આપણે નિયમિત 400 થી ર000 મીલીની માત્રામાં મૂત્ર ત્યાગ કરીએ છીએ. શ્ર્વાસ રોકેલા રાખવાથી પણ મનુષ્યનું મૃત્યું થતું નથી. એક અચરજ પમાડે તેવી વાત છે કે આપણે જીંદગીના 33 ટકા ઉંઘવામાં પસાર કરીએ છીએ. માનવ શરીરમાં આંખની પુતળીનો આકાર જન્મથી લઇને મૃત્યુ સુધી એમને એમ જ રહે છે.ગલગલિયાંના સંદેશો આપતા સ્નાયુ 3રર કિલોમીટરની પ્રતિ કલાકની રફતારથી ચાલે છે. આપણે ર0 હજાર વાર એક દિવસમાં પાંપણ ઝપકાવીએ છીએ. એક નિરોગી મનુષ્યના શરીરમાંથી લગભગ સવાલીટર પરસેવો નીકળીને હવામાં ઉડી જાય છે. આપણાં શરીરમાં એટલો બધો કાર્બન હોય છે, જેમાંથી 900 પેન્સીલ બની જાય, વિશ્ર્વમાં સૌથી વધુ 46 ટકા લોકોનું બ્લડ ગ્રુપ ‘ઓ’ છે. આપણે જે ખાઇએ છીએ તેને પાંચ ભાગમાં વહેંચી શકાય છે, જેમાં પ્રોટિન, વસા, વિટામીન, લવણ અને કાર્બો હાઇડ્રેટનો સમાવેશ થાય છે. દરેક વ્યકિત તેના જીવનકાળ દરમ્યાન એક લાખ કિલોમીટર ચાલે છે.