આજે વિશ્વ યોગ દિવસ છે અને સમગ્ર વિશ્વ આજે આ દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે રાજકોટની ધોરણ 8માં અભ્યાસ કરતી બાળા માથા પર પગ મૂકી યોગમુદ્રામાં પિયાનો પર રાષ્ટ્રગાન વગાડે છે. યોગમુદ્રામાં બાળા પિયાનો વગાડી સૌને અચંબિત કરી દીધા છે. રાજકોટની કાદમ્બરી ઉપાધ્યાયે માત્ર 5 વર્ષની ઉમરે સંગીત શીખવાનું શરૂ કર્યું હતું. 9 વર્ષની ઉમરે યોગા શીખવાનું શરૂ કર્યું હતું. યોગા અને સંગીત વચ્ચે કોઈ સંબધ નથી પરંતુ કાદમ્બરી એક સાથે બન્ને શોધ ધરાવે છે. 52 સેકન્ડનું રાષ્ટ્રગાન પણ યોગ મુદ્રા સાથે પિયાનો પર વગાડી જાણે છે. કાદમ્બરી રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ 65 સર્ટિફિકેટ,11 મેડલ અત્યાર સુધી પ્રાપ્ત કરી ચૂકી છે. બે મિનિટ સુધી હનુમાનસન, ધ્વજાસન, ભૂમાસન પણ કરી શકે છે. યોગમુદ્રામાં પીયાનો વગાડવામાં તેમની માતાએ ખૂબ જ મદદ કરી હતી.
https://www.youtube.com/watch?v=TyafFmTJ9MM