દેશમાં વિકાસ માટે વિવિધ કર્યો કરવામાં આવ્યા છે અને હજુ પણ એ દિશા તરફ દેશ આગળ વધી રહ્યો છે. અને દેશના છેવાડાના લોકો સુધી વિકાસ કર્યો પહોચે અને આગાળ વધે તેવા કાર્યોને વેગ મળ્યોચે. આ ઉપરાંત ટેકનૉલોજિ અને વિકાસનો સમન્વય પણ જોવા મળે છે. આમ ગુજરાતમાં પણ રાજ્યનાં નાના શહેરોને મેગાસીટીથી જોડવા માટે વિવિધ હવાઈ સેવાઓ શરૂ કરવામાં આવી રહી છે.

અમદાવાદ -કેશોદ, અમદાવાદ- પોરબંદર, અમદાવાદ -અમરેલી, અમદાવાદ -રાજકોટ વડોદરા- ભુજ વડોદરા- પોરબંદર વડોદરા- કેશોદ વડોદરા-રાજકોટ અને અમદાવાદ ભાવનગર વચ્ચે વિમાની સેવા શરૂ કરવાનો નિર્ણય.અમદાવાદ- અંબાજી અને અમદાવાદ -સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે હેલિકોપ્ટર સેવા શરૂ થશે.રાજ્ય સરકારની VGF યોજના હેઠળ નવા ફ્લાઈટ ઓપરેશન શરૂ કરવા માટે ટેન્ડર પણ બહાર પડ્યા છે.

ટૂંક સમયમાં અમદાવાદ અનેવડોદરા ને જોડતા નાના શહેરો સાથે ફ્લાઈટ સર્વિસ શરૂ થાય તેવા સંજોગો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.