ચુડા, ઉના અને બરવાળામાં દોઢ ઈંચ: લીંબડી,તળાજામાં ૧ ઈંચ વરસાદ: સૌરાષ્ટ્રમાં છુટાછવાયા હળવાથી મધ્યમ ઝાપટા

સતત પાંચ દિવસ સુધી અનરાધાર હેત વરસાવ્યા બાદ ગુરુવારથી મેઘરાજાએ વિરામ લેતા સૌરાષ્ટ્રવાસીઓએ હાશકારો અનુભવ્યો છે. ગઈકાલે રાજકોટમાં આખો દિવસ આકાશ ગોરંભાયેલું રહ્યું હતું દિવસભર હળવા ઝાપટાથી લઈ ધીંગીધારે વરસાદ વરસ્યો હતો. ૨૪ કલાકમાં બે ઈંચ જેટલું પાણી પડી જતા ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં શહેરમાં ૧૬ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હોવાનું નોંધાયું છે. આજથી સૌરાષ્ટ્રભરમાં મેઘરાજા ૪ દિવસ સુધી સંપૂર્ણપણે વિરામ લેશે તેવી આગાહી આપવામાં આવી છે.

સ્ટેટ કંટ્રોલ‚મના જણાવ્યા અનુસાર છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૩૨ જિલ્લાના ૨૦૧ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં ૧૪૬ મીમી પડયો છે. સૌરાષ્ટ્રમાં ગુરુવારથી મેઘરાજાનું જોર ઘટી ગયું છે. હળવા ઝાપટાથી લઈ ૨ ઈંચ સુધી વરસાદ વરસ્યો છે.1 62 સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના ચુડામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩૫ મીમી, લીંબડીમાં ૨૮ મીમી, ચોટીલામાં ૧૪ મીમી, વઢવાણમાં ૫ મીમી વરસાદ પડયો છે. રાજકોટ જિલ્લામાં પણ ગઈકાલે હળવા ઝાપટાથી લઈ બે ઈંચ સુધી વરસાદ પડયો હતો. રાજકોટ શહેરમાં ૪૭ મીમી, વિંછીયામાં ૫ મીમી, પડધરીમાં ૧૦ મીમી, લોધીકામાં ૧૬ મીમી, જસદણમાં ૧૩ મીમી અને ગોંડલમાં ૨ મીમી વરસાદ વરસી ગયો છે.

ફાયર બ્રિગેડના રેકોર્ડ પર શહેરના સેન્ટ્રલ ઝોનમાં ૩૩ મીમી (મોસમનો કુલ ૩૬૯ મીમી), વેસ્ટ ઝોનમાં ૩૩ મીમી (મોસમનો કુલ ૪૦૩ મીમી) અને ઈસ્ટ ઝોનમાં ૩૪ મીમી (મોસમનો કુલ ૩૦૦ મીમી) વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં શહેરમાં ૧૬ ઈંચથી વધુ વરસાદ વરસી ગયો છે. ૧૯૮૮ થી ૨૦૧૭ સુધીની સરેરાશ પર નજર કરવામાં આવે તો રાજકોટમાં ચોમાસાની સીઝન દરમિયાન ૭૩૪ મીમી વરસાદ વરસતો હોય છે. આજસુધીમાં શહેરમાં ૪૦૫ મીમી વરસાદ વરસી ગયો છે જે મોસમનો કુલ ૫૫ ટકા જેવો થવા પામે છે.

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ૧૦ મીમી, જામનગરમાં ૨ મીમી, કાલાવડમાં ૨ મીમી, લાલપુરમાં ૪ મીમી, દેવભુમી દ્વારકા જિલ્લાના ભાણવડમાં ૬ મીમી, પોરબંદર જિલ્લાના રાણાવાવમાં ૧૧ અને પોરબંદર શહેરમાં ૧૫ મીમી, જુનાગઢ જિલ્લામાં હળવા ઝાપટા વરસ્યા હતા જયારે ગીર-સોમનાથ જિલ્લામાં બુધવારે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. ગીરગઢડા તાલુકામાં ૭ મીમી, કોડીનારમાં ૫ મીમી, સુત્રાપાડામાં ૯ મીમી, તાલાલામાં ૨, ઉનામાં ૩૮ અને વેરાવળમાં ૩ મીમી વરસાદ પડયો હતો. અમરેલી જિલ્લાના જાફરાબાદમાં ૧૭ મીમી, ભાવનગર જિલ્લાના તળાજામાં ૨૪ મીમી, મહુવામાં ૧૦ મીમી, ઘોઘામાં ૫ મીમી, બોટાદ જિલ્લાના બરવાળામાં ૩૦ મીમી, રાણપુરમાં ૧૫ મીમી, બોટાદમાં ૫ મીમી અને ગઢડામાં ૨ મીમી વરસાદ વરસ્યો હતો. આ સાથે આજસુધીમાં સૌરાષ્ટ્રમાં મોસમનો કુલ ૫૭.૯૬ મીમી વરસાદ વરસી ગયો હોવાનું નોંધાયું છે.

દાતામાં ૬ ઈંચ, ખેડા-વઘઈમાં ૫॥ ઈંચ વરસાદ

છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૨૦૧ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાનું કંટ્રોલ‚મના રેકોર્ડ પર નોંધાયું છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના દાતામાં સૌથી વધુ ૧૪૬ મીમી, ખેડાના મહેમદાવાદમાં ૧૩૮ મીમી, ડાંગના વઘઈમાં ૧૩૪ મીમી, પંચમહાલના શહેરામાં ૧૩૦ મીમી, અરવલ્લીના ધનસુરામાં ૧૨૦ મીમી, ભીલોડામાં ૧૧૫ મીમી, મહેસાણામાં શાંતલસાણામાં ૧૧૨ મીમી, નવસારીના ખેર ગામમાં ૧૧૨ મીમી, આણંદના ખંભાતમાં ૧૦૯ મીમી, નવસારીના વાસંદામાં ૧૦૫ મીમી, વલસાડમાં ૧૦૧ મીમી, ડાંગમાં ૯૯ મીમી, આણંદમાં ૯૭ મીમી, વડોદરામાં ૯૭ મીમી, બનાસકાંઠાના અમીરગઢમાં ૮૮ મીમી, સાબરકાંઠાના ખેડબ્રહ્મામા ૮૬, આણંદના બોરસરમાં ૮૧ મીમી, પેટલાદમાં ૮૦ મીમી, પંચમહાલના ગોધરામાં ૮૦ મીમી, વલસાડના ધરમપુરમાં ૭૬ મીમી, અરવલ્લીના મેઘરજમાં ૭૫ મીમી, બનાસકાંઠાના વિજયનગરમાં ૭૪ મીમી, અરવલ્લીના બાયડમાં ૭૩ મીમી, મોડાસામાં ૭૨ મીમી, મહિસાગરના ખાનપુરમાં ૭૨ મીમી, બનાસકાંઠાના ઈડરમાં ૬૯ મીમી, ઢોલેરામાં ૬૭ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.

સૌરાષ્ટ્રમાં પોરો ખાશે મેઘરાજા: ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના3 37અપરએર સાયકલોનીક સરકયુલેશન નબળું પડતા રાજયમાં ગુરુવારથી મેઘરાજાનું જોર વઘ્યું છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ શહેરને બાદ કરતા ગુરુવારે કોઈ સ્થળે નોંધપાત્ર વરસાદ પડયો ન હતો. આજથી સૌરાષ્ટ્રમાં મેઘરાજા સંપૂર્ણપણે વિરામ લેશે. છુટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટા પડે તેવી સંભાવના જણાઈ રહી છે.

ઉતર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે. આજે આણંદ, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, વડોદરા, ભ‚ચ, સુરત, ડાંગ, નવસારી અને વલસાડમાં અમુક સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે. કાલથી રાજયમાં વરસાદનું જોર સાવ ઘટી જશે.

કાલે દક્ષિણ ગુજરાતના માત્ર ૩ જિલ્લાઓમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. જયારે ૨૨મીના રોજ રાજયભરમાં સિસ્ટમ હટી જશે. ૨૩મી સુધી રાજયમાં ભારે વરસાદ વરસે તેવી કોઈ જ સંભાવના નથી. આજે સૌરાષ્ટ્રમાં મેઘરાજા એકંદરે વિરામ લેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.