- રાજકોટનું લઘુતમ તાપમાન 1 ડિગ્રી ઘટી 18.4 ડિગ્રીએ પહોંચ્યું: હવામાં ભેજનું પ્રમાણ 71 ટકા જયારે 10 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો
શિયાળાની શરૂઆત થઈ જવા પામી છે. વાતાવરણમાં ઠંડીનો ચમકારો વધતા જ રાજકોટવાસીઓ ગરમ કપડાની માર્કેટ તરફ દોડમૂકી છે. તેવું કહી શકાય. રાજકોટમાં છેલ્લા 50 વર્ષથી ભૂતખાના ચોક પાસે તિબેટીયન માર્કેટ ભરાય છે. આ વખતે તિબેટીયન માર્કેટમાં અવનવી ડિઝાઈન, કલરના સ્વેટર, સ્કાફ, મફલર, જેકેટ, હુડી, શાલ સહિતના ગરમ કપડાની વિશાળ રેન્જ જોવા મળી રહી છે.રાજ્યમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે.રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો વધ્યો છે. આગામી સમયમાં રાજ્યમાં હવામાનની સ્થિતિ કેવી રહેશે તે અંગેની સંભાવનાઓ હવામાન વિભાગના ડાયરેક્ટ એ. કે. દાસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં માવઠાની કોઈ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી નથી.રાજકોટમાં આજે વહેલી સવારે 18.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. શિયાળાની ધીમી ગતિએ જમાવટ સાથોસાથ તિબેટયન લોકોનું પણ રાજકોટની બજારમાં આગમન થઇ ગયું છે.અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, જ્યાં સુધી મજબૂત પશ્ચિમી વિક્ષેપ નહીં આવે ત્યાં સુધી ઠંડી પડવાની શક્યતા નહીવત છે. અત્યારે એક પશ્ચિમી વિક્ષેપ આવશે પરંતુ તે મજબૂત નથી. આમ છતાં 17 નવેમ્બરથી ગરમીમાં કઈક અંશે ઘટાડો થવાથી ઠંડીનું જોર વધશે. આ દરમિયાન ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ જઈ શકે છે.આ મહિનાના અંતમાં એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે. જેના કારણે દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થવાની શક્યતા રહેશે. જેથી લઘુત્તમ તાપમાનમાં ઝડપથી ઘટાડો નોંધાશે.જે બાદ ડિસેમ્બર મહિનાની શરૂઆતથી કાતિલ ઠંડી પડવા લાગશે. જેમાં 27 ડિસેમ્બરથી ગુજરાતના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી તો કેટલાક ભાગોમાં 8 ડિગ્રી સુધી જવાની શક્યતા રહેશે. આમ આ વખતે શિયાળામાં રેકોર્ડ બ્રેક ઠંડી માટે લોકોએ તૈયાર રહેવું પડશે.હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજકોટ, અમદાવાદ, અરવલ્લી, બોટાદ,છોટાઉદેપુર, જુનાગઢ, કચ્છ, મોરબી, નર્મદા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આણંદ, બનાસકાંઠા,ખેડા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. પોરબંદરમાં 22 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. બીજી તરફ ભરૂચ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, જામનગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.
સ્વેટર, શાલ, હુડી, મફલર, ટોપીનું ધૂમ વેચાણ
શિયાળો શરૂ થતા જ ગરમ કપડાની બજારમાં ગ્રાહકોનો ઘસારો જોવા મળીરહ્યો છે. બસ સ્ટેન્ડ પાસે ભૂતખાનાં ચોકમાં આવેલી અને છેલ્લા 50 વર્ષથી શહેરીજનોને જુદી જુદી વેરાયટી ડિઝાઈન, કલરનાં ગરમ કપડા પહેરાવતી તિબેટીયન રેફયુજી વુડન બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે.