ગરમી અને બફારા બાદ રાજકોટ સહિત ઉનામાં ધોધમાર, ગોંડલ,વીરપુર અને આટકોટ પંથકમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
રાજકોટ શહેરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, બપોર બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો છે.
ગોંડલ પંથકના વેકરી અને પાટીદડ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. વરસાદ પડતાં ગોંડલ પંથકના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. બીજી તરફ દીવમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
દીવમાં વરસાદના પગલે દીવના રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં અને આહલાદક વાતાવરણ નિહાળી લોકોમાં ખુશી જોવા મળી હતી.
સીદસર ઉમિયાધામ ખાતે આવેલો વેણું નદીનો પુલ ક્ષતિગ્રસ્ત થતાં સીદસરથી મોટી પાનેલી જતો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. જેથી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.