ઉપલેટામાં મેઘાએ એકાદ માસ લાંબી રાહ જોવરાવ્યા બાદ ગઈકાલે બપોરે બાદ ધીમી ધારે વરસાદ વરસવાનું શ‚ થતા મોડી સાંજ સુધીમાં ત્રણ ઈંચ જેટલું પાણી પડી જતા ખેડુતો અને નગરજનોમાં ખુશી જોવા મળી હતી.
શહેરમાં ઘણા લાંબા સમયથી ખેડુતો અને શહેરીજનો મેઘાની આતુરતા પૂર્વક રાહ જોઈ ર્હયા બાદ ગઈ બપોરે પાંચ વાગ્યા બાદ મેઘરાજાએ મોસમની પહેલી એન્ટ્રી કરતા મોડીરાત સુધી ધીમીધારે વરસતા ત્રણ ઈંચ જેવું પાણી પડી ગયું છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ વિવિધ ગામડાઓમાં એકથી અઢી ઈંચ જેવો વરસાદ વરસતા ખેડુતોમાં ખુશી જોવા મળી હતી. આગોતરા વાવેતર અને થોડાક વરસાદ વરસ્યા બાદ થયેલ વાવેતર માટે ગઈકાલે ધીમીધારે વસેલ વરસાદ મોલ માટે ભારે ફાયદા કારક રહેવાપામેલ હતો. આજે સવારે પણ વાતાવરણ ગોરંભાયેલું રહ્યું છે.