બપોર બાદ સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે. બપોર સુધી અસહ્ય ગરમીથી લોકો ત્રસ્ત બન્યા હતા. પરંતુ બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા.
રાજકોટમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. શહેરના યાજ્ઞીક રોડ, વિદ્યાનગર રોડ, મવડી સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. તડકા વચ્ચે એકાએક વરસાદ શરૂ થયો હતો. આથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. તેમજ બાબરા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી રસ્તા પર પાણી ભરાયા હતા.
લાઠી સાત દિવસના વિરામ બાદ ફરી વરસાદની એન્ટ્રી થઇ છે. વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.