મઘ્ય તેમજ દક્ષિણ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાત પર લગભગ એકાદ પખવાડીયાથી મહેરબાન મેઘરાજાએ અંતે હાલાર પણ મહેર વરસાવી છે. દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા શહેરમાં ગઇકાલ સવારથી જ ધીમી ધારે મેઘરાજાએ એન્ટ્રી કરી હતી
જે લગભગ સાંજ સુધી એક જ ધીમી ધારે મેઘરાજાએ એન્ટ્રી કરી હતી જે લગભગ સાંજ સુધી એક જ લયમાં રહેતા ધીમી ધારે પ્રથમ રાઉન્ડની અવિતર અમિવર્ષા કરતાં લોકોએ સહર્ષ મેઘરાજાને વધાવી લીધા હતા અને સાંજ સુધીમાં આશરે ૩॥ ઇંચ જેટલો વાવણી જોગ વરસાદ નોંધાયો હતો. જો કે અવિરત મેઘમહેરનેે કારણે જનજીવનને વ્યાપક અસર જોવા મળી હતી અને છુટાછવાટા લોકો જ બજારમાં જોવા મળ્યા હતા. જો કે જનજીવનને વ્યાપક અસર છતાં પ્રથમ વરસાદમાં નહાવાનો આનંદ જ કંઇ ઓૈર હોય આબાલવૃઘ્ધ સૌકોઇએ પ્રથમ વરસાદમાં નહાવા નીકળી પડયા હતા. અવિરત વર્ષાને કારણે સમુદ્રના મોજામાં પણ કરન્ટ જોવા મળ્યો હતો અને સમુદ્રના મોજાઓ ખુબ ઉંચા ઉછળતા જોવા મળ્યા હતા આ સાથે દ્વારકાના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કપણ બનાવો નોંધાયા હતા.