ઊંઘમાં વ્યક્તિની શ્વાસોશ્વાસની ક્રિયામાં ખલેલ પડે ત્યારે ઊંઘ ડિસ્ટર્બ થાય છે. આ તકલીફને સ્લિપ એપ્નીઆ કહેવામાં આવે છે.
એક અનુમાન મુજબ વિશ્વના પાંચ ટકા બાળકોમાં આ તકલીફ જોવા મળે છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ સિકાગોના સંશોધકોએ તારણ કાઢ્યું છે કે બાળકોમાં રહેલો સ્લિપ એપ્નીઆ, મૂડ અને ઓવરઓલ વર્તનને હાની પહોંચાડી શકે છે. તેના કારણે બાળકમાં મગજના કોષોની મૂવમેન્ટ, યાદશક્તિ, લાગણીઓ, ભાષા, વિવિધ બાબતો ગ્રહણ કરવાની શક્તિ, નિર્ણયાત્મક શક્તિ અને પોતાની જાત પરનો કંટ્રોલ વગેરે બાબતો પર નકારાત્મક અસરો પડે છે.