સમર સીઝન છે એટલે રંગો બને એટલા સોફ્ટ પસંદ કરો. સનશાઇન યલો, બેબી પિન્ક, પિરોજી, પિસ્તા, કોરલ અને લાઇટ ઓરેન્જ જેવા રંગો આ સીઝનમાં ઇન છે. જો સ્લિમ લાગવું હોય તો બ્લેક, રેડ અને પર્પલ જેવા ડાર્ક કલર્સ પહેરી શકાય. જોકે લાઇટ હશે એટલા જ સમર-ફ્રેન્ડ્લી લાગશે.

ઉનાળો હોય અને ફ્લોરલ પ્રિન્ટ ન હોય તો જ નવાઈ. આ સીઝનમાં બીજી કોઈ પ્રિન્ટ પહેરવી જાણે ગુનો છે. ફ્લોરલ પ્રિન્ટ આ સીઝન માટે જ બની છે એવું કહેવામાં આવે તો એમાં કંઈ ખોટું નહીં હોય. ઝીણાં કે મોટાં રંગબેરંગી ફ્લાવરવાળી પ્રિન્ટ પર્હેયા બાદ ખૂબ ફેમિનાઇન લુક આપે છે. ફ્લોરલ ઉપરાંત આજકાલ પેઝલી પ્રિન્ટ પણ ખૂબ ચાલી રહી છે. પોલકા ડોટ્સ પણ સીઝન-ફ્રેન્ડ્લી લાગશે.

ઉનાળામાં બીચ પર ફરતા હોવ અને શોર્ટ, ફ્લર્ટી સમર ડ્રેસ પહેરવાનો ઇરાદો ન હોય તો ોડા સોફેસ્ટિકેટેડ એવા ટ્યુનિક્સ પણ પહેરી શકાય. મોટા ભાગે કેઝ્યુઅલ વેઅરમાં જ પહેરાતા ટ્યુનિક્સ પેટર્ન અને પ્રિન્ટમાં મળી રહે છે. ટ્યુનિક્સને લેગિંગ્સ સો તેમજ એકલા પહેરી શકાય. વન-પીસની જેમ પહેરો ત્યારે સો એક બેલ્ટ પહેરવો. એ વધુ સ્ટાઇલિશ લુક આપશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.