ટેરીફ પ્લાન વધતા ટેલિકોમ કંપનીઓની વપરાશકર્તા દીઠ સરેરાશ આવકમાં 5.6% નો વધારો

ટેરિફ ચાર્જમાં નજીવા વધારાને લીધે અનેક લોકો વધારાના કનેક્શનો બંધ કરી રહ્યા છે. માર્ચ 2022ના ડેટા અનુસાર ગુજરાતમાં ટેલિકોમ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યામાં આઠ મહિનાના સમયગાળામાં 30 લાખનો ઘટાડો થયો છે.
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા(ટ્રાઈ) દર્શાવે છે કે, જુલાઈ ૨૦૨૧ માં 7.03કરોડની સરખામણીએ માર્ચ 2022માં ગુજરાતમાં ગ્રાહકોની સંખ્યા ઘટીને લગભગ 6.7 કરોડ થઈ ગઈ છે.જુલાઈમાં આ આંકડો ટોચને સ્પર્શી ગયો હતો ત્યાર બાદ તેમાં ઘટાડો નોંધાયો હતો.
જુલાઈ પછી લોકો ધીમે ધીમે ઘરેથી કામ કરવાનું ચાલુ રાખવાને બદલે ઓફિસોમાં પાછા ફર્યા હતા જેના લીધે વધારાના કનેક્શન્સની જરૂરિયાત ઘટી ગઈ. પરિણામે તેમાંથી ઘણાએ વધારાના કનેક્શન્સ રિચાર્જ કરવાનું બંધ કરી દીધું અને કનેક્શન્સ સાથે પછીના મહિનાઓ દરમિયાન તેની સતત અસર જોવા મળી છે તેવું ટેલિકોમ ઉદ્યોગના સૂત્રએ જણાવ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે ડિસેમ્બરથી ટેલિકોમ ટેરિફમાં પણ 20%નો વધારો થયો છે, જેના કારણે ઘણા લોકોએ વધારાના કનેક્શન્સ દૂર કર્યા છે જ્યારે અન્ય લોકોએ સસ્તા વિકલ્પોની પસંદગી કરીને સેવા પ્રદાતાઓ બદલ્યા છે.
નોંધનીય રીતે ટેરિફ વધવાથી અને ટેલિકોમ ઓપરેટરો આંતરિક મંથન તરફ આગળ વધી રહ્યા છે. સપ્ટેમ્બર 2021 ક્વાર્ટરની સરખામણીમાં ડિસેમ્બર 2021 ક્વાર્ટરમાં ટેલિકોમ કંપનીઓની વપરાશકર્તા દીઠ સરેરાશ આવક ૫.૬% વધી છે.
ટ્રાઈના પરફોર્મન્સ ઈન્ડિકેટર રિપોર્ટ અનુસાર, આ સમયગાળા દરમિયાન વપરાશકર્તા દીઠ આવક રૂ. 117થી વધીને રૂ. 124 થયો હતો.
ટેલિકોમ ઓપરેટરો દ્વારા વપરાશકર્તાઓની સંખ્યાને તર્કસંગત બનાવવા અથવા ચોક્કસ વપરાશકર્તાઓને કાયમી ધોરણે નિષ્ક્રિય કરવા માટે આંતરિક મંથન પણ ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો થવાનું એક મુખ્ય કારણ હતું.
ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો થવા સાથે ગુજરાતમાં ટેલિ ડેન્સિટી જુલાઈ 2021 માં100.17%ની સરખામણીએ માર્ચ 2022માં ઘટીને 95.01% થઈ ગઈ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.