આખો દિવસ સખત કામ કરીને પૃથ્વી પરનો દરેક માનવી આરામ કરે એટલે ઊંલ લે છે, આજના યુગમાં મોટાભાગે તણાવ ને કારણે અનિદ્રાનો રોગ હોય છે, શરીરનાં દરેક અંગો ઊંઘ દરમ્યાન આરામ કરે છે સિવાય મગજ અને હ્રદય મનુષ્ય એક સામાજીક પ્રાણી છે. બધા જ પ્રાણીઓમાં માણસને એકને જ વિચારવાની શકિત આપી છે. ઊંઘ કુદરતે આપેલી અમુલ્ય વસ્તુ છે. હવા, પાણી, ખોરાકની જેમ ઊંઘ પણ એટલી જ જરુરી છે. તમે વિચારો કે માણસ ઊંઘી જ ના શકતો હોત તો શું થાત તે એક બેભાન અવસ્થા છે. સવારે ઉઠીએ ત્યારે આપણને ખબર પડે કે આપણે જીવતા છીએ. હાલ કોરોનામાં પ્રાણવાયુની બહુ વાતો થાય છે. તો તેની સાથે ઊંઘનું પણ એટલું જ મહત્વ છે. માનવ જાતને કુદરતે આપેલી સૌથી અમુલ્ય વસ્તુ ઊંઘ છે. દિવસ આખાના કાર્યો કરીને થાકેલો માનવી રાત્રે મીઠી નિંદર માણે છે, શરીરનાં તમામ અંગો પણ રાત્રે જ આરામ કરે છે. બદલાતા સમય સંજોગો કે લાફઇ સ્ટાઇલે ઊંઘની પરિભાષા ભલે બદલી પણ ‘મીઠી નિંદર’ જેવો શબ્દ ગઇકાલે આજે અને આવતીકાલે હશે જ કુદરતે માનવીને ઘણું આપ્યું છે પણ માનવીએ જાતે જ પગે કુહાડો મારીને પર્યાવરણ જીવને શૈલી નષ્ટ કરી છે ત્યારે ઊંઘ એક જ બધા દર્દીની સચોટ મેડીસીન છે. શરીરને જેમ ઓકિસજન જરુરી છે તેમ પ્રાણ ટકાવવા ઊંઘ પણ એટલી જ જરુરી છે. બન્ને સરખી માત્રામાં મળતા જ આપણું જીવન ટકે છે.
“રાત કે કયાં કયાં ખ્વાબ દિખાયે, રંગ ભરે સો જાલ બિછાયે,
આંખે ખુલીતો સપને તૂટે…. રહગયે ગમ કે કાલે સાયે”
આરામ અને રેસ્ટ સાથે ઊંઘ એક શ્રેષ્ઠ મેડીસીન છે. ચિંતાને નિદ્રા સાથે સિધો સંબંધ છે. જેથી ચિંતા, વિચાર કે ભયને કારણે ઊંઘ ન આવે એવું પણ બને છે. વર્ષો પહેલાની આપણી જીવન શૈલીને કારણે રાત્રીના 9 વાગે શેરીમાં હોય તેમાં પડી જતો હતો. જયારે આજના યુગમાં રાત્રીના 1ર સુધી તો ઘરનો દરેક સદસ્ય જાગતો હોય તેમાં ટીવી, મોબાઇલ આવવાથી સવાર પણ પડી જાય, કેટલાક તો રાત રોળીયા, રાત્રે જ સવાર પડે તેમ રખડવા નીકળી પડે છે, તેથી જ આજની પેઢી ખરા અર્થમાં સૂર્યવંશી છે. કેટલાક તો બપોરના જમવાના સમયે બ્રશ કરતાં પણ જોવા મળે છે. આજનો યુવા વર્ગ મોડેથી ઉઠવા ટેવાયેલો છે.
આજકાલ કોરોના મહામારીમાં પૂરતો આરામ ઊંઘ અને સાત્વીક ખોરાક પણ કોરોના જે આવ તો રોકી શકે એમ છે. ઊંઘ વિશે ઘણી એવી માન્યતાઓ છે જેને કારણે પણ આપણી તબિયત બગડે છે. ‘સુતા જેવું સુખ નહીં’ એ સુત્ર આજે સાવ વિકરાઇ ગયું છે. આપણી જીવનશૈલી ઊંઘ ઉપર વિશેષ અસર કરે છે. ઉઠવા પછી ચા પીધા પછી આપણને કાંટો ચડે એવું પણ મનાય છે. સારી ઊંઘ લોકોના શારિરીક અને માનસિક સ્વાસ્થ્યને સારુ કરવા મદદરુપ બને છે. મોટાભાગના લોકો એવું માને કે ચાર-પાંચ કલાક ઊંઘ મળે એટલે પત્યું પણ એ ખોટું છે. ઉદ્યોગ સાહસિકો સફળતા માટે લાંબો સમય આરામ કર્યા વગર કામ કરે છે જે લાંબે ગાળે હાર્ટ એટેક લકવો અને આયુષ્ય ઓછું કરે છે. દરેક માનવીએ ઓછામાં ઓછી 7 કલાક એકધારી ઊંઘ લેવી જ પડે છે.
ઘણાં લોકો ઊંઘમાં નસકોરા બોલાવીને બીજાની ઊંઘ હરામ કરતા હોય છે. ઘણાં લોકો એને સારા તો ઘણા એને ખરાબ કહે છે પણ સાચી વાત એ છે કે એ હાનીકારક છે. તે ઊંઘની એક ખામી પણ છે. શ્ર્વાસ લેવામાં તકલીફ કે હાઇ બ્લડ પ્રેશર સાથે હ્રદયના પલ્સ અનિયમિત થતા હ્રદય પર એટેક આવી શકે છે. લાંબા આયુષ્ય માટે પણ લાંબી ઊંઘ લેવી જરુરી છે. ઘણા લોકો કામ સબબ વહેલા ઉઠવા એલાર્મ મુકે છે. હવે તો મોબાઇલ આવી ગયા પણ પહેલા તો એલાર્મ ઘડિયાલ આવતી જે વાગે ત્યારે તેને બંધ કરી ફરી સુઇ જવા વાળા 70 ટકાથી વધુ છે. મોટાભાગના એવું માને છે કે પાંચ મિનિટ પથારી માં પડયા રહેવાથી સુસ્તી ઉડી જાય છે. ખુલ્લી આંખે સુસ્તી ઉડાવવા ઊંઘ ઉપર છલ્લી અને ગુણવતા વગરની હોય છે તેનો કોઇ અર્થ સરતો નથી.
મોટાભાગના લોકો ઊંઘ ન આવે છતાં પથારીમાં પડયા રહેતા હોય છે. પહેલા તો ખુલ્લા વાતાવરણમાં આકાશ સામે મીટ માડીને તારા ગણતા ગણતા પણ નિંદર આવી જતી આજે કેટલાક નો પુસ્તક વાંચવા બેસે જેથી કંટાળો આવે ને ઊંઘ આવી જાય પણ એવું નથી હોતું. સૌથી શ્રેષ્ઠ બાબત જે તંદુરસ્ત વ્યકિત છે તે પથારીમાં પડયા ભેગા થોડી જ ક્ષણોમાં ઊંઘવા લાગે તે સૌથી શ્રેષ્ઠ સુખ ગણી શકાય, રાત્રે અજાગૃત અવસ્થામાં પણ પડખા ફરતાં લોકો પણ હોય છે. તો કેટલાક ઊંઘમાં બબડતા હોય છે. સવારથી સાંજ કાર્યો વિચારો વાતોને કારણે રાત્રે ઉંઘ વિચારોનું પુનરાવર્તન થતાં આવું બને શકે છે. રાત્રે મોટાભાગના લોકોને ઊંઘમાં સારા નરસા સપના આવે છે. માન્યતા મુજબ વ્હેલી સવારે આવેલા સપના સાચા પડે છે. જો કે આ માન્યતા ખોટી છે. આવું કાંઇ હોતું જ નથી.
આજના યુગમાં મોટાભાગના લોકો ઊંઘ ન આવવાથી ટીવી જોવા બેસી જાય છે. પણ રિલેકસ થવા પહેલા થોડું હળવું થવું પડે છે. પણ એક વાત એ પણ છે કે રાત્રીના મોડે સુધી ટીવી જોવું પણ ઊંઘ માટે હાનીકારક છે. આપણા ટીવી સ્માર્ટ ફોન કે કોમ્પ્યુટર, લેપટોપમાંથી બ્લુ સ્ક્રીન નીકળે છે. જે આપણી આંખોને નુકશાન કરે છે. રાત્રે પાણી-દુધ કે ફ્રુટ ખાયને સારી ઊંઘ લેવા વાળાની તબિયત સારી રહે છે. ઘણા લોકો એવું પણ માને છે કે રાત્રે થોડું આલ્કો હોલ લેવાથી સારી ઊંઘ આવી જશે આવું સાચુ નથી, ઉલ્ટાનું તેને કારણે તમારી ઊંઘ બગડે છે. ઉંઘના વિવિધ તબકકામાં દઢ કરવા, યાદ રાખવું વિગેરે ઘણી બાબતનો સીધો સંબંધ આરામ કે ઊંઘ સાથે છે તેથી પણ સારી ઊંઘ જરુરી છે.
સાત-આઠ કલાકથી આછી ઊંઘ લેવી એ કોરોનરી હાર્ટ ડિસીઝને નોતરુ આપવા બરોબર છે. ડોકટર પણ આપણને આરામ કરવા કે ગંભીર સ્થિતિમાં સંપૂર્ણ બેડ રેસ્ટની સલાહ આપે છે. ‘સ્લીપીંગ ઇસ ધ બેસ્ટ મેડીસીન’ પૌરાણિક પાત્રોમાં 6 માસ ઊંઘને 6 માસ જાગવાની વાતે કુભકર્ણ જાણીતો છે. એટલે જ બહું જ ઊંઘ ખેચનાર ને આપણે કુંભકર્ણનો ભાઇ કહીએ છીએ, ઘણાં તો પથારીમાં વધુ કલાકો આરામ કરે પણ તેને પુરી ઊંઘ ન આવવાની ફરીયાદ કરે છે. પૂરતી ઊંઘ ન મળવાથી શરીર ચુસ્તીનો અનુભવ કરે છે. મેડીકલ સાયન્સના મત મુજબ માનવ શરીરની વિવિધ શારીરિક અને માનસિક ક્ષમતાઓની ગુણવતા જાળવવા માટે ખોરાક-પાણી સાથે ઊંઘનું પણ એટલું જ મહતવ છે.
તંદ્રાવસ્થા શબ્દ આપણે બહુ જ સાંભળ્યો છે. જેનો અર્થ જાગૃત હોવાની અને ઊંઘતા હોવાની વચ્ચેની સ્થિતિ કહેવાય છે. બપોરના જમણ બાદ આપણે ત્યાં ‘વામકુક્ષી’ શબ્દ પ્રચલિત છે. ગાઢ નિદ્રાએ એવી અવસ્થા છે કે તમને કોઇ જગાડે તો પણ તમે ઉઠતા નથી. બાળકને ઊંઘમાંથી ઉઠાડવો સૌથી કઠિન છે. રાત્રીના ત્રીજા પ્રહરને મળસ્કે વચ્ચેના સમયમાં આવી ગાઢ નિદ્રા આવતી હોય છે. આજે તો બદલાતો યુગ સમય સાથે બદલાતી જીવન શૈલીએ પણ માનવીની ઊંઘ હરામ કરી નાંખી છે. તમારી સારી ઊંઘ તમારી રોગ પ્રતિકારક શકિત વધારે છે. જે લોકો છ કલાકથી ઓછી ઊંઘ લે છે તેવા લોકોમાં અકાળે મૃત્યુનું જોખમ 1ર ટકા વધી જાય છે. રોગનું જોખમ ઘટાડવા પણ સારી ઊંઘ લેવી જરુરી છે.ઊંઘને લગતી બિમારીને સ્લીય ડિસઓર્ડર કહે છે. ઘણાં ઊંઘમાં દાંત કચકચાવવાની ટેવ હોય છે. ઘણા રાત્રે ઊંઘમાં ચાલવા લાગે છે. ઘણા રોજ રાત્રે ઊંઘની ગોળી ખાવી પડે છે. ઘણાને ભયને કારણે પણ ઊંઘ આવતી નથી. માનસિક તાણ, ટેન્શન, ડિપ્રેશન, ચિંતા, શરદી કે માથાનો દુખાવા જેવી તકલીફને કારણે પણ આપણને ઊંઘ નથી આવતી નાઇટ શિફટમાં કાર્ય કરવાને કારણે પણ અનિદ્રા નો રોગ લાગુ પડી શકે છે. ઊંઘ માટે બેડરૂમનું શ્રેષ્ઠ વાતાવરણ અંધારુ સુવાની શ્રેષ્ઠ રીતો, કસરત, આહાર, મેડીટેશન, ચિંતન, મસાજ, તાણમુકત સુતા પહેલા રૂટીંગ કાર્ય ઇશ્ર્વરને પ્રાર્થના જેવા વિવિધ કાર્યો કરવાથી સારી ઊંઘ આવી શકે છે.