બ્રીજ પડ્યાની અફવાના પગલે અફડા તફડી થતા અનેક કચડાયા: મૃતકોને પાંચપાંચ લાખની સહાયની જાહેરાત: વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે દુ: વ્યકત કર્યું

મુંબઈમાં એલફિન્સ્ટન રેલવે સ્ટેશને આજે એકાએક નાશભાગ મચી જતા ધકકામૂકીમાં ૨૨ લોકોના કમકમાટીભર્યા મોત નિપજયા છે. અને ૩૩થી વધુ ઘાયલ થયા છે. રેલવે સ્ટેશને શોર્ટ સર્કિટની કે પૂલ તૂટયો હોવાની અફવાના પગલે અફરાતફરી મચી હતી જ દરમિયાન નાશભાગ થઈ હોવાનું જાણવા મળે છે. જોકે સ્ટેશને ૪ ટ્રેન એકસાથે ભેગી થઈ હોવાથી આ બનાવ બન્યો હોવાનું રેલવે અધિકારીનું કહેવું છે.વિગતો મૂજબ આ ગમખ્વાર ઘટના સવારે સવા દસ કલાકે બની હતી રેલવે બ્રીજ ઉપર નાશભાગમાં અનેક લોકો ઘાયલ પણ થયા છે. યલોને નજીકનાં દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સવારે પીક અવરમાં બ્રીજ ઉપર લોકો આવજા કરી રહ્યા હતા તે દરમિયાન એકાએક વરસાદ શરૂ થઈ જતા ભાગદોડ મચી હતી.બનાવના પગલે મેડિકલ ટીમ ઘટના સ્થળે પહાચી ગઈ છે. રાહત અને બચાવ કામગીરી શ‚ છે. બનાવના સ્થળે રેલ મંત્રી પીયુષ ગોયલ પણ પહોચ્યા છે. વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે દુ:ખ વ્યકત કર્યું છે. આ દુ:ખદ ઘટનામાં મૃતકોને પાંચ પાંચ લાખની સહાય ચૂકવવાની જાહેરાત સરકારે કરી છે.અકસ્માતના કારણ જાણવા ચીફ સેફટી ઓફીસરની અધ્યક્ષતામાં તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાની તૂરંત બાદ રાજકારણ શરૂ થયું છે. શિવસેનાના નેતા સદા સાવરકરે રેલમંત્રી પિયુષ ગોયલનું રાજીનામું માંગી લીધું છે.શિવસેનાના એમએલએ અજય ચૌધરીએ કહ્યું છે કે, સરકાર બુલેટ ટ્રેનના સપના જોઈ રહી છે. પરંતુ હાલની રેલ સેવા ઉપર પુરતુ ધ્યાન આપી રહી નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.