ડ્રોન મારફત દવાથી માંડી દારૂ પહોચાડવાની સેવા ઉપરાંત, ટેકસી સર્વિસ શરૂ કરવા સરકારનો લક્ષ્યાંક; 2030 સુધીમાં 18થી 20 બિલીયન ડોલરની ડ્રોન ઈન્ડસ્ટ્રી ઉભી થશે
સ્કાય ઈઝ ધ લિમિટ…. ડ્રોનને હવે આકાશમાં ઉડવાનું પૂરતું મેદાન મળતા ડ્રોન ઈન્ડસ્ટ્રી આવતા થોડાં વર્ષોમાં સરકાર તેમજ ઉધોગો માટેનું એક મહત્વનું ક્ષેત્ર બની જશે. આજના આધુનિક જમાનામાં મોટાભાગની તમામ સેવાઓ ઘેર બેઠા મળતી થઈ છે પણ હવે તમારી જરૂરિયાતની ચીજ-વસ્તુઓ કોઈ માણસ નહીં પણ ડ્રોન પહોંચાડશે…!! દારૂ, દવાથી માંડી બધી સેવા ડ્રોન મારફત દરવાજે પહોંચે તે માટે ઉપરાંત હાલ રસી પણ ડ્રોન મારફતે પહોંચાડવાની સેવા દેશમાં શરૂ થઈ ગઈ છે. પૂર્વોત્તર રાજ્યોમાં આ પ્રકારની સેવા શરૂ થઈ ગઈ છે. ત્યારે હવે આગામી સમયમાં ભારતમાં ડ્રોન મારફત ટેક્સી સર્વિસ શરૂ કરવા સરકારે ભાર મુક્યો છે.
આ પ્રકારે સેવા અને તેનો વ્યાપ વિસ્તાર વધતા આગામી વર્ષ 2030 સુધીમાં ભારતમાં ડ્રોન ઈન્ડસ્ટ્રી 18 થી 20 બિલિયન ડોલરે પહોંચી જશે. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે સરકાર 2030 સુધીમાં આને 18-20 અબજ ડોલરનું ઉદ્યોગ બનાવવાનું વિચારી રહી છે. ડ્રોન ટેક્સી આગામી થોડા મહિનામાં વિશ્વમાં કાર્યરત થશે અને આ ટ્રાફિક-બસ્ટર ટેકનોલોજી આવનારા સમયમાં ભારતમાં પણ ડ્રોન ટેક્સી શરૂ કરવાનો માર્ગ મોકળો બનાવશે. અને ડ્રોન દ્વારા વાર્ષિક 1.50 લાખ કરોડનો વેપલો થશે…!! તેમણે વધુમાં જણાવતા કહ્યું કે આ નવી (ડ્રોન) ટેકનોલોજી, સામગ્રી અને ઉત્પાદન બંનેની દ્રષ્ટિએ, તેના ઉપયોગની વૈવિધ્યતાને જોડીને, લોકોના જીવનમાં પરિવર્તન લાવશે. બુધવારે પીએમ મોદીએ મધ્યપ્રદેશમાં સ્વામીત્વ યોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું (જે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને જમીનનાના મેપિંગ દ્વારા ગ્રામીણ વસ્તીવાળા વિસ્તારોમાં મિલકતની સ્પષ્ટ માલિકી સ્થાપિત કરી અને 3 લાખથી વધુ લોકોને તેમની જમીન મળી હતી. આ તેનું એક જવલંત ઉદાહરણ છે.
તેમણે ઝીણવટભરી સમજ આપતા કહ્યું કે ડ્રોનની વેલ્યુ ચેઇનમાં મેન્યુફેક્ચરિંગ હાર્ડવેર અને અન્ય સોફ્ટવેર (પ્રોગ્રામિંગ)નો સમાવેશ થાય છે. ભારત પાસે મેન્યુફેક્ચરિંગ અને સોફ્ટવેર ટેલેન્ટ માટે એન્જિનિયરિંગ ટેલેન્ટ છે. ડ્રોનનો દરેક ઉપયોગ સોફ્ટવેર દ્વારા નક્કી કરવામાં આવે છે, જેના માટે આપણે સંપૂર્ણપણે અલગ પ્રોગ્રામિંગની જરૂર છે. વિવિધ જરૂરિયાતોમાં ડ્રોનનો ઉપયોગ કરવા સંપૂર્ણપણે અલગ પ્રોગ્રામિંગની જરૂર છે. અને આ માટે આપણે લાખો સોફ્ટવેર પ્રોગ્રામરોની જરૂર પડશે. અને આ પ્રોજેકટ 1.3 અબજ લોકો માટે વિકાસ, રોજગારીની અનેક તકો ઉભી કરશે.
તેલંગાણામાં ડ્રોન મારફત દવાઓ પહોંચાડવાની સેવા શરૂ થઈ છે. ભાવનગર, ગીર સોમનાથમાં અમે ડ્રોન ખેતરોમાં નેનો યુરિયાનો છંટકાવ કર્યો છે, જે ખેડૂતો માટે નોંધપાત્ર લાભ ધરાવે છે.
કેટલાક યુવાનોને એક વિચાર આવ્યો છે, તેમણે કહ્યું કે, જ્યાં પોલીસ ગુના નોંધાયા હોય તે સ્થળે ડ્રોન દોડાવી શકે છે. જે તે સ્થળે પોલીસ પહેલા ડ્રોન પહોંચી શકે છે. જે ગુનેગારોને અટકાવશે. તેમાં સાયરન અને અન્ય જરુરી લેન્સ હશે. આમ, આ બધી સેવા ઉપરાંત ડ્રોન ટેક્સી ઉડાડવા પર પણ સરકાર વિચારી રહી છે. આ પગલે ભારતમાં ડ્રોન ઇન્ડસ્ટ્રીનો વ્યાપ વિસ્તાર થશે અને વાર્ષિક 1.50 લાખ કરોડનો વેપલો કરાવશે.