• `જામજોધપુરમાં વીજળી પડતા એક યુવક અને 30 જેટલાં પશુઓના મોત

એકતરફ વરસાદના આગમનથી જગતનો તાત ખુશખુશાલ થયો છે. વાવણીની શરૂઆત થઇ ચુકી છે પણ બીજી બાજુ આકાશમાંથી વરસતા કાચા સોનાની સાથે વરસેલી આફતમાં સૌરાષ્ટ્રમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યાના અહેવાલ સામે આવ્યા છે. જયારે 50 જેટલાં પશુઓ પણ મોતને ભેંટ્યા છે.

પ્રાપ્ત વિગત અનુસાર જામજોધપુર પંથકમાં બુધવારે ખાબકેલા વરસાદના લીધે બમથિયા ગામમાં કરુણ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં વરસાદના પગલે વીજળી પડતા એક યુવાન અને 30 જેટલાં પશુઓએ જીવ ગુમાવ્યો છે.

બામથીયા ગામમાં રહેતા ગોગનભાઈ બુધાભાઈ નામના 25 વર્ષીય માલધારી યુવાન બુધવારે બપોરના સમયે બમથીયા ગામની સીમમાં ઘેટાં બકરા ચરાવવા માટે હ્યો હતો. જે દરમિયાન આકાશમાંથી કડાકા ભડાકા સાથે વીજળી સાથે વરસાદ શરૂ થયો હતો. જેમાં વીજળી પડવાના કારણે ઘેટાં બકરા ચરાવતા માલધારી યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

સાથે જ યુવાન સાથે રહેલા આશરે 30 થી 40 જેટલાં ઘેટાં બકરાનું પણ વીજળી પડવાના કારણે મોત નીપજ્યું હતું. બનાવ બાદ માલધારી પરિવારમાં ભારે ગમગીની સર્જાઈ છે. ઘટનાને પગલે જામજોધપુર મામલતદાર ટીમ તેમજ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

કાલાવડ તાલુકાના મકરાણી સણોસરા ગામે વીજળી પડતા ખેત મજુરનું મોત

કાલાવડ તાલુકાના મકરાણી સણોસરા ગામમાં વીજળી પડતા એક ખેત મજુરનું મોત નીપજ્યું હતું. કાલાવડ પંથકમાં મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે ત્યારે ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસી રહેલા વરસાદમાં જાનહાની સમાચાર પણ પ્રાપ્ત થઇ રહ્યા છે. કાલાવડ તાલુકાના મકરાણી સણોસરા ગામે વીજળી પડતા એક ખેતમજુરનું કરુણ મોત નીપજ્યું છે.

હળવદ પંથકમાં બે જગ્યાએ વીજળી પડતા એક યુવાન અને એક પશુનું મોત

હળવદ પંથકમાં બે વીજળી પડવાની ઘટનામાં એક યુવક અને એક પશુના મોત નીપજ્યા છે. હળવદ તાલુકા વિકાસ અધિકારી મેહુલ સિંધવના જણાવ્યા અનુસાર હળવદ ગ્રામ્ય પંથકમાં ને અલગ અલગ સ્થળો ઓર વીજળી પડવાની ઘટના સામે આવી છે. જેમાં હળવદ તાલુકાના જોગડ ગામમાં વીજળી પડતા અનિલભાઈ અરજણભાઈ નાયક નામના ખેત મજુર યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જયારે બીજા બનાવમાં ચિત્રોડી ગામે રૂદાતલા છનાભાઈની વાડીમાં એક ભેંસનું મોત નીપજ્યું હતું.

કાલાવડ તાલુકાના ડેરી ગામે બળદગાડાં સાથે તણાઈ જતાં દોઢ વર્ષના માસુમ બાળકનું મોત

જામનગર જીલાલના કાલાવડ તાલુકાના ડેરી ગામે પણ એક કરુણ બનાવ સામે આવ્યો છે. જેમાં વરસાદના કારણે રક વોકળામાંથી છ વ્યક્તિઓ સાથે પસાર થઇ રહેલા એક બળદગાડુ પાણીમાં તણાવા લાગ્યું હતું. જે બનાવમાં બે બળદ અને દોઢ વર્ષના એક બાળકનું પાણીના વહેણમાં તણાઈ જતાં કરુણ મોત નીપજ્યું છે. વધુ વિગતો અનુસાર ડેરી ગામના રહેવાસી ખેડૂત ધર્મેનસિંહ ભુપતસિંહ જાડેજાની વાડીમાં રહીને ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરના વતની રિતેશભાઈ ધનસિંગભાઈ ડાવર નામના પરપ્રાંતિય શ્રમિક પરિવારના મહિલાઓ અને બાળકો સહીત પાંચ સભ્યો ભગત ખીજડીયા ગામે જઈ રહ્યા હતા દરમિયાન વોકળામાંથી ગાડું પસાર થઇ રહ્યું હતું. ત્યારે એકાએક વરસાદી પાણીનહીં વહેણ આવતા બળદગાડું પલટી મારીને વોકળામાં તણાવા લાગ્યું હતું. જેના લીધે દોઢ વર્ષીય બાળક રવિ રિતેશભાઈ ડાવર પાણીમાં તણાઈ ગયો હતો.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.