હાલ રાજયમાં ચોમાસાની સિઝન પહેલા જ વહેલો વરસાદ પડ્યો.અનેક શહેરોમાં વરસાદ પડ્યો.વરસાદ પડવાથી લોકો ને ગરમી માંથી રાહત મળી છે. લોકો વચ્ચે ખુશીનો માહોલ છે, ત્યારે આ વરસાદ આફત બનીને પણ આવ્યો છે. . મહિસાગર જિલ્લાના સંતરામપુરના ગોથીબડા ગામે વીજળી પડતા એક મહિલાનું મોત થયુ છે.જ્યારે લુણાવાડામાં વીજળી પડવાથી બે પશુઓના મોત થયા હતા.ત્યારે રાજ્યકક્ષાના મંત્રી કુબેરભાઈ ડિંડોરે પરિવારની મુલાકાત લીધી. સંતરામપુર મંડળ પ્રમુખ બળવંતભાઈ પટેલીયા ગોઠીબડા સરપંચશ્રી બિપીનભાઈ પટેલ તેમજ સંતરામપુર મામલતદાર સહિત કાર્યકર્તાઓ સાથે મંત્રી કુબેર ભાઈ ડિંડોરે પરિવારની મુલાકાત લીધી. પરિવારને સાંત્વના પાઠવી તંત્ર ને ઘટતું કરવા તાકીદ કરી

મહિસાગર જિલ્લા સહિત રાજ્યના અનેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મહિસાગર જિલ્લાના સંતરામપુરના ગોથીબડા ગામેથી માઠા સમાચાર સામે આવ્યા છે. ગોથીબડા ગામે વીજળી પડતા ડામોર શિવીબેન નામની એક મહિલાનું મોત થયુ. વરસાદ આવતા બહાર રહેલ પશુને ઘરમાં લાવવા જતા આ ઘટના બની હતી. ઇજાગ્રસ્ત મહિલાને 108 મારફતે સંતરામપુર હોસ્પિટલમાં લઇ જવાયા પરંતુ તે પહેલા જ તેમનું મોત થઇ ગયું હતું.બીજી તરફ લુણાવાડાના ખુંધી ગામે વીજળી પડવાથી બે પશુઓના મોત નિપજ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.